If you are using Facebook, there is important news
- માર્ક જુકરબર્ગનું મોટું એલાન કરાયું છે જેમાં જણાવ્યા અનુસાર facebook માં પણ હવે બ્લુ ટીક મળવાનું શરૂ થશે. જે અંગે ચાર્જ નક્કી કરાશે.
સોશિયલ મીડિયાની લોકપ્રિય એપ્સ facebook માં પણ હવે બ્લુ ટીક મળવાનું આસાન બનવા જઇ રહ્યું છે જેમાં મેટાના ફાઉન્ડર માર્ક જુકરબર્ગે એલાન કરતાં જણાવ્યું કે આ સપ્તાહમાં ફેસબુક દ્વારા વેરીફાઈડ લોન્ચ કરવામાં આવશે. જેમાં પૈસા આપીને બ્લુટીક મેળવી શકાશે તેમજ એકાઉન્ટ વેરીફાઈડ (Account Verified) પણ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે ટ્વીટરને લઈને એલન મસ્ક (Elon Musk) દ્વારા આ રીતે એલાન કરીને નક્કી કરેલા રૂપિયા મુજબ બ્લૂટિંગ અપાઈ રહ્યા છે.
બ્લુ એક મામલે facebook દ્વારા મોટું એલાન
બ્લુ એક મામલે facebook દ્વારા મોટું એલાન કરવામાં આવે તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી જે મામલે માર્ક જુકરબર્ગ દ્વારા મેટા વેરીફાઇડ અંગે લાંબા રિસર્ચ કર્યા બાદ મોટું એલાન કરવામાં આવશે. ખાસ એ સમજવું જરૂરી બન્યું છે કે સરકારી આઈડી વગર કોઈપણ યુઝર એકાઉન્ટ વેરીફાઈડ કરી શકશે નહીં.
આ ઉપરાંત વેબ અને આઈઓએસ પ્લેટફોર્મ પર વેરીફાઈડ થવા માટે અલગ અલગ રાશિ ચૂકવવી પડશે. મહત્વનું છે કે જુકરબર્ગે પોતાની પોસ્ટમાં જણાવ્યા અનુસાર વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે કે ₹1,000 અને આઇઓએસ માટે લગભગ 14.99 ડોલર એટલે કે ₹1200 વધુ દેવા પડશે.
મેટા વેરીફાઈડ શરૂ કરવામાં આવી રહ્યું છે :
માર્ક ઝુકરબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગત અનુસાર આ સપ્તાહથી મેટા વેરીફાઈડ શરૂ કરવામાં આવી રહ્યું છે જે એક સબક્રીશન સર્વિસ છે જેના દ્વારા યુઝર્સ પોતાનું એકાઉન્ટ વેરીફાઈડ કરી શકે છે જેમાં માત્ર સરકારી આઈડી પ્રૂફની જરૂર રહેશે. ઉપરાંત આ સર્વિસને પગલે ફેક એકાઉન્ટના દૂષણમાંથી પણ સુરક્ષા મળશે.તેમણે વધુમાં ઉમેર્યું કે અમે ઓસ્ટ્રેલિયન ન્યૂઝીલેન્ડમાં પણ આ સપ્તાહથી જ સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ ક્રમશઃ અન્ય દેશોમાં પણ આ સેવા લાગુ કરાશે.
અગાઉ ટ્વિટર દ્વારા બ્લુટીકની સેવા ચાલુ કરાઈ :
અત્રે નોંધનીય છે કે આ અગાઉ ટ્વિટર દ્વારા બ્લુટીકની સેવા ચાલુ કરવામાં આવી હતી જેને લઈને ₹900 દર મહિનાની કિંમત પર આ સેવા લોન્ચ કરાઈ હતી. જે આગામી સમયમાં આ સર્વિસના ચાર્જમાં વધારો પણ થઈ શકે છે. 900 રૂપિયાનું સબક્રિશન ટ્વિટર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર માટે છે.જ્યારે વેબ યુઝર માટે તેની કિંમત 650 રૂપિયા હોવાની જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :-