ગુજરાતમાં જુવાનિયાઓને આવી રહ્યું છે હાર્ટએટેકથી મોત, રાજકોટમાં 5 અને સુરતમાં..

Share this story

Youths are dying of heart attacks in Gujarat

  • યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકનું હાર્ટ એટેકથી થયું મોત. તો સુરતમાં પણ એન્જિનિરિંગના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવા બાદ નિપજ્યું મોત.

બદલાતી લાઈફસ્ટાઈલ અને ફૂડ સ્ટાઈલ (Food style) વચ્ચે હવે જુવાનિયાની જિંદગી બદલાઈ રહી છે. આ જિંદગી મોતને દસ્તક આપી રહી છે. ગુજરાતમાં હાર્ટએટેક (Heart attack) યુવાનો માટે મોટો ખતરો બનીને આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટ રમતા, ફૂટબોલ રમતા યુવકોને મોત આમંત્રણ આપી રહ્યું છે. આ માટે જવાબદાર છે તેમની લાઈફસ્ટાઈલ.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં હાર્ટએટેકથી યુવાનોના મોત સૌથી વધુ થયા છે. છેલ્લા એક મહિનામાં રમત રમતા પાંચ યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં ક્રિકેટ રમતા ચાર અને ફૂટબોલ રમતા એક યુવાન મળી કુલ પાંચનું મૃત્યુ થયું છે. તો સુરતમાં પણ ત્રણ યુવકોના મોત થયા છે.

આજે રાજકોટ અને સુરતમાં મોત :

આજે રાજકોટના રેસકોર્સ ખાતે ક્રિકેટ રમી રહ્યા હતા તે સમયે એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રાજકોટની માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી ત્યારે જિગ્નેશ ચોહાણ નામના યુવકને ક્રિકેટ રમતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેને હોસ્પિટલ ખસેડાતા તેનુ મોત નિપજ્યું છે. સુરતમાં ક્રિકેટ રમીને આવેલા વરાછાના યુવકનું મોત નિપજ્યું છે.

27 વર્ષીય પ્રશાંત ભરોલીયાને ક્રિકેટ રમ્યા બાદ છાતીમાં બળતરા સાથે દુઃખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. યુવક કેનેડામાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ત્યારે યુવકના મોતને લઈ પરિવારમાં શોક ડૂબ્યો છે.

રાજકોટમાં એક મહિનામાં પાંચ મોત :

યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક મહિનામાં પાંચ લોકોના મોત હાર્ટએટેકથી થયા છે. આ તમામ યુવકો સ્પોર્ટસ રમતા સમયે ઢળી પડ્યા હતા. તો સુરતમાં એક મહિનામાં ત્રણ યુવકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

રાજકોટમાં સૌથી વધુ મોત :

હાર્ટએટેકથી યુવાનોના મોત થવામાં રાજકોટ હાલ આગળ છે. પ્રથમ મોતમાં એક 21 વર્ષીય ફૂટબોલરનું મોત નિપજ્યું છે. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. બીજુ મોત, રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા.

પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો છે. તો તેના થોડા દિવસો બાદ ત્રીજું મોત થયુ હતં.  પાલનપુરના ડીસાના રહેવાસી ભરત બારીયા નામનો યુવાન તેના પરિવારજનો સાથે રાજકોટમાં તેની બહેનને ત્યાં દીકરાના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા તે દરમિયાન આ યુવાન રાજકોટના શાસ્ત્રીમેદાન માં ક્રિકેટ રમી પરત જઈ રહ્યા હતા.

ત્યારે ભરતભાઈને એકાએક છાતીમાં દુખાવો તેમજ ચક્કર આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેની સાથે ક્રિકેટ રમી રહેલા તેના મિત્રો તેમજ સગા સંબંધી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓને અગાઉ એક પણ પ્રકારની બીમારી ન હતી. તેમજ તેમને સંતાન પણ ન હતું.

આ પણ વાંચો :-