લગ્ન પ્રસંગેમાં ચલણી નોટોનો કરાયો વરસાદ, 500-500ની નોટો પકડવા દોડધામ, જુઓ તસવીરો

Share this story

Rain of currency notes on the occasion of marriage

  • કડી તાલુકા અગોલ ગામની ઘટના. લગ્નમાં ચલણી નોટોનો કરાયો વરસાદ. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં. 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ.

ફરી એક વખત લગ્નમાં નોટોનો વરસાદ (Currency notes showered in marriage) કરાયો હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની આ ઘટના છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો (Currency notes) ઉડાવવામાં આવી હતી. જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

 આ ઘટના કડી તાલુકા અગોલ ગામની છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

 સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે.

સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. અહીં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 10-20ની નહીં પરંતુ 500-500ની નોટો ઉડાવવામાં આવતાં લોકોએ પણ તેને પકડવા દોડધામ કરી હતી.

આ પણ વાંચો :-