Thursday, Jul 17, 2025

 WhatsApp લઈને આવ્યું શાનદાર અપડેટ, હવે એક સાથે મોકલી શકાશે ફાઈલ્સ, જાણો નવા ત્રણ ફિચર્સ વિશે

3 Min Read

WhatsApp has brought a great update

  • WhatsAppએ પોતાના યુઝર્સ માટે ત્રણ નવા ફિચર લોન્ચ કર્યા છે જેમાં ડોક્યુમેન્ટ કેપ્શન લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવાની સુવિધા મળે છે.

WhatsApp ભારતમાં હજારો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેની મદદથી તમે પોતાના મિત્રો અને સગા સંબંધિઓને કોલ, મેસેજ અહીં સુધી કે પૈસા પણ મોકલી શકો છો. પોતાના યુઝર્સના એક્સપીરિયન્સને યોગ્ય બનાવવા માટે કંપની સમય સમય પર ઘણા અપડેટ રજૂ કરે છે. એવામાં કંપનીએ ઘણા નવા ફિચર લોન્ચ કર્યા છે.

એન્ડ્રોયડ યુઝર્સને મળશે ફિચર  :

WhatsAppએ એન્ડ્રોયડ યુઝર્સ માટે એક નવુ અપડેટ રજુ કર્યું છે. કંપનીએ પોતાની એપમાં ત્રણ નવી સુવિધાઓ અને સુધારાઓની જાહેરાત કરી છે. આ ફેરફારમાં ડોક્યુમેન્ટ કેપ્શન, લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવું શામેલ કરવામાં આવ્યું છે.

આ સુવિધાઓ હવે તે બધા યુઝર્સને મળશે જે Google Play Storeથી પોતાના Android ડિવાઈસ પર WhatsApp માટે લેટેસ્ટ વર્ઝનને ડાઉનલોડ કરી શકાય છે.

iOS માટે રજૂ કર્યું બીટા વર્ઝન :

હાલમાં જ જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપે અમુક iOS યુઝર્સ માટે એક બીટા વર્ઝન જાહેર કર્યો છે. જે અમુક ટેસ્ટર્સને એક વખતમાં 100 મીડિયા ફાઈલો સુધી શેર કરવા દે છે.

આમ તો iOS યુઝર્સ માટે આ ફિચર ક્યારે રોલ આઉટ થશે. તેના પર કોઈ જાણકારી નથી. જણાવી દઈએ કે આ પહેલા યુઝર્સ કોઈ પણ ચેટમાં એક સમયમાં 30 મીડિયા ફાઈલોને શેર કરી શકતા હતા.

એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ :

ડોક્યુમેન્ટ શેર કરતી વખતે યુઝર હવે અન્ય મીડિયા ફાઈલોની જેમ તેમની જાણકારી આપવા માટે એક કેપ્શન લખે છે. તેની સાથે જ Android યુઝર હવે પોતાના ગ્રુપ માટે એક લાંબા સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન પણ પસંદ કરી શકે છે.

જેવું કે પહેલા જણાવવામાં આવ્યું છે કે યુઝર હવે ચેટમાં 100 ઈમેજ અને વીડિયો શેર કરી શકશે. કંપનીનું માનવું છે કે હવે યુઝર્સ પોતાના મિત્રો અને પરિવારની સાથે આખા આલ્બમ શેર કરી શકશે.

આ પણ વાંચો :-

Share This Article