Swara Bhasker Wedding
- Swara Bhasker Wedding: સ્વરા ભાસ્કરે મુસ્લિમ એક્ટિવિસ્ટ ફહદ અહમદ સાથે સીક્રેટ વેડિંગ કરી લીધા છે. તેણે કોર્ટ મેરેજના પેપર શેર કરતા આ જાહેરાત ખુદ કરી છે.
સ્વરા ભાસ્કર (Swara Bhasker) તેના રાજકીય વિચારોને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે, પરંતુ હવે તેના જીવનમાં ‘રાજકીય એન્ટ્રી’ થઈ છે. સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ (Fahad Ahmed) સાથે કોર્ટ મેરેજ કર્યા છે. સ્વરાએ આ વર્ષની શરૂઆતમાં 6 જાન્યુઆરીએ જ લગ્ન કર્યા હતા.
સ્વરાએ થોડા સમય પહેલાં પોતાની અને ફહાદની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ આ તસવીરમાં બંનેના ચહેરા દેખાતા નહોતા. પરંતુ હવે સ્વરાએ તેના લગ્નની જાહેરાત કરી છે જે જાન્યુઆરીમાં થયા છે.
જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. સ્વરા ભાસ્કરે થોડા સમય પહેલાં એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની અને ફહાદની આખી લવ સ્ટોરી કહેતી જોવા મળી રહી હતી. બંનેએ 6ઠ્ઠી જાન્યુઆરીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી છે. લગ્ન પછીની એક તસવીરમાં સ્વરા રડતી જોવા મળી રહી છે.
https://www.instagram.com/reel/CouLeOhA8-d/?utm_source=ig_embed&utm_campaign=loading
એક વીડિયો શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું, ‘ક્યારેક તમે તેને આખી દુનિયામાં સર્ચ કરો છો, જે તમારી બાજુમાં હોય છે. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ અમને પહેલાં મિત્રતા મળી, અને પછી અમે એકબીજાને શોધી કાઢ્યા. મારા હૃદયમાં તમારું સ્વાગત છે ફહાદ અહેમદ. અહીં ઘોંઘાટ ઘણો છે પણ તે તમારો છે.
એટલે કે સ્વરાએ જાન્યુઆરીમાં પોતાનો ‘મિસ્ટ્રી મેન‘ ગણાવીને દુનિયાને જે ઓળખાણ કરાવી હતી તે બીજું કોઈ નહીં પણ સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ છે. જણાવી દઈએ કે આ પહેલાં સ્વરા ભાસ્કર અને લેખક હિમાંશુ શર્માના ડેટિંગના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, 2019માં આ બંને વચ્ચે બ્રેકઅપની વાત પણ સામે આવી હતી. અભિનેત્રી છેલ્લે ફિલ્મ ‘જહાં ચાર યાર’માં જોવા મળી હતી. આ ફિલ્મ 16 સપ્ટેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી.
આ પણ વાંચો :-