શું મહિન્દ્રાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ? લાખો રૂપિયા ખર્ચ કરતા પહેલા એકવાર વાંચી લેજો આ રીપોર્ટ

Share this story

Are you thinking of buying a Mahindra car?

  • સ્કોર્પિયોથી લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગી છે. પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી. જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યુ છે.

Mahindra Scorpio and Thar Pending Order : દેશની અગ્રણી કાર ઉત્પાદક મહિન્દ્રાને (Mahindra) ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌથી વધુ વાહનો વેચવાના મામલે કંપની હાલમાં ચોથા સ્થાને છે. તેની સ્કોર્પિયોથી (Scorpio) લઈને થાર અને XUV700 સુધીના વાહનો ખરીદવા માટે શોરૂમ પર લાઈનો લાગેલી છે.

પરંતુ માંગ પ્રમાણે કંપની પુરવઠો આપી શકતી નથી જેના કારણે ગ્રાહકોને એક રીતે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો તમે પણ મહિન્દ્રાનું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર જરુર વાંચી લેજો આ રીપોર્ટ..

મહિન્દ્રાએ તેની કારની પેન્ડિંગ ડિલિવરી અને બુકિંગનુ સ્ટેટસ જાહેર કર્યુ છે. ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટ અનુસાર, Mahindra Scorpio-N, XUV700 અને Thar જેવી SUVનું વેચાણ તેજ ગતિએ ચાલુ છે. જો કે, કંપની હજુ પણ માંગ અને પુરવઠા સાથે તાલ મિલાવવામાં અસમર્થ છે. જેના કારણે પેન્ડીંગ ઓર્ડર વધી રહ્યા છે. મહિન્દ્રા પાસે હાલમાં 2.66 લાખ વાહનોના ઓર્ડર પેન્ડિંગ છે.

સ્કોર્પિયો માટે 1.19 લાખ પેન્ડિંગ ઓર્ડર :

રિપોર્ટ અનુસાર, કંપનીની તમામ SUVમાં સ્કોર્પિયોની સૌથી વધુ માંગ છે. કંપની પાસે બે મોડલ છે – Scorpio N અને Scorpio Classic. મહિન્દ્રા હાલમાં બંને SUV માટે દર મહિને લગભગ 16,500 બુકિંગ લઈ રહી છે. ગયા વર્ષે જૂનમાં લોન્ચ કરાયેલ સ્કોર્પિયો-એન એક નવું મોડલ છે. જ્યારે સ્કોર્પિયો ક્લાસિકને જૂની સ્કોર્પિયોને અપડેટ કરીને લાવવામાં આવી છે. બંને SUVના મળીને 1.19 લાખ ઓર્ડર પેન્ડિંગ છે.

આ મહિન્દ્રાના કુલ પેન્ડિંગ બુકિંગના લગભગ 40 ટકા છે અને સ્કોર્પિયો-એન માટે સૌથી લાંબો વેઈટીંગ પીરીયડ છે. અહેવાલો અનુસાર SUVના કેટલાક વેરિયન્ટ્સ માટે વેઈટીંગ પીરીયડ એક વર્ષથી વધુ છે.

XUV700 અને થાર માટે પણ ભારે રાહ જોવાઈ રહી છે :

XUV700 વિશે વાત કરીએ તો દર મહિને લગભગ 10,000 યુનિટ બુક થઈ રહ્યા છે. તેનો વેઇટિંગ પીરિયડ થોડો ઓછો થયો છે પરંતુ હજુ પણ તેના 77,000 યુનિટ પેન્ડિંગ છે. તેવી જ રીતે થાર એસયુવી એક મહિનામાં લગભગ 4,600 બુકિંગ મેળવે છે. આશરે 37,000 ગ્રાહકો હજુ પણ તેમની થારની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યા છે.

આ સિવાય બોલેરો અને બોલેરો નીઓ માટે દર મહિને 10,000 થી વધુ બુકિંગ થઈ રહ્યા છે. XUV300 અને

ઈલેક્ટ્રિક SUV દર મહિને લગભગ 9,300 બુકિંગ નોંધાવી રહી છે.

આ પણ વાંચો :-