15 મિનિટ સુધી વોશિંગ મશીનમાં તડપતું રહ્યું બાળક, માતા ઘરમાં જ શોધતી રહી… પછી જે થયું તે જાણી ચોંકી જશો

Share this story

The baby was stuck in the washing machine for 15 minutes

  • બાળકની માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા અને પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે દર્શાવે છે કે જો તમારા પર ઉપરવાળાનું કૃપા હોય તો કોઈ તમારુ કંઈ બગાડી શકે નહી. આ ઘટના દોઢ વર્ષના બાળકની છે. આ બાળક વોશિંગ મશીનમાં (Washing machine) સાબુમાં પાણીમાં પડ્યું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આ બાળક આશરે 15 મિનિટ સુધી સાબુના પાણીમાં તડપતું રહ્યું હતું.

બાળકની માતાએ જ્યારે તેને વોશિંગ મશીન અંદર જોયું તો તેને ઝડપથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચી હતી. સાબુના પાણીમાં 15 મિનિટ સુધી રહેવાથી બાળકની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. 7 દિવસ સુધી બાળક કોમામાં રહ્યું અને આ દરમિયાન તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. 7 દિવસ બાદ બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

12 દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ હતું બાળક :

આ તરફ બાળકની તબિયતમાં સુધારો આવ્યા બાદ પણ 12 દિવસ સુધી વોર્ડમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. બાળકને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વસંત કુંજના ફોર્ટિસ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે બાળક એકદમ સ્વસ્થ છે.

શું કહ્યું ડોકટરે ? 

આસમગ્ર મામલે ડૉક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના લોકો જ્યારે બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બાળક ભાનમાં નહોતું. બાળક કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ આપતું નહોતું. બાળક ઠંડુ પડી ગયું હતું અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ડૉક્ટરે જણાવ્યું કે, બાળકનો કલર ફરી ગયો હતો. ન તો પલ્સ ચાલુ હતી અને ન તો બીપી.

શું કહ્યું બાળકની માતાએ ?

બાળકની માતાએ જણાવ્યા મુજબ આશરે 15 મિનિટ સુધી તે વોશિંગ મશીનની અંદર હતું અને મશીનનું ઢાંકણુ ખુલ્લું હતું. બાળકના માતાએ જણાવ્યું કે, તે રુમમાંથી બહાર ગયા હતા. પરત આવ્યા તો બાળક રુમમાં નહોતું. તેમના જણાવ્યા મુજબ બાળક ખુરશી પર ચડી ગયું અને વોશિંગ મશીનમાં પડ્યું હતું.

ડૉક્ટરનું કહેવું છે કે, બાળક 15 મિનિટથી ઓછા સમય સુધી વોશિંગ મશીન અંદર રહ્યું હશે નહી તો તેનો જીવ ન બચી શકત. ડૉક્ટરે એમ પણ કહ્યું કે, બાળકનો જીવ બચી જવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ વાંચો :-