Maruti has launched a sedan car that gives
- Dzire Tour S ની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.
દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ ઘરેલુ ફ્લીટ માર્કેટમાં નવી Dzire Tour S સેડાન કાર લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને મજબૂત એન્જિન ક્ષમતાવાળી આ કારને પેટ્રોલ એન્જિન સાથે કંપની ફીટ CNG કિટ સાથે લોન્ચ કરવામાં આવી છે.
તેની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.
આ સાથે જ નવી મારુતિ ડિઝાયર ટૂઅર-એસએ કંપનીના એરિના અને કોમર્શિયલ ડીલરશિપ દ્વારા વેચાતી અર્ટિંગા (ટૂઅર એમ) અને વેગન આર (ટૂઅર એચ3)ને જોઈન કર્યું છે. નવી Maruti Tour S કંપનીની ડિઝાયર થર્ડ જનરેશન મોડલ પર બેસ્ડ છે. આ સેડાન કારમાં કંપનીના કેટલાક ખાસ સેફ્ટી ફીચર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વધુ ખાસ બનાવે છે.
કેવી છે નવી Dzire Tour S :
નવી Tour S ત્રણ કલર ઓપ્શન- આર્કટિક વ્હાઈટ, મિડનાઇટ બ્લેક અને સિલ્કી સિલ્વરમાં ઉપલબ્ધ છે. નવી કાર મોટાભાગે ડિઝાઈનના મામલે વર્તમાન ડિઝાયર સેડાન જેવી જ છે. જોકે તેમાં કેટલાક મુખ્ય તફાવતો જોવા મળી રહ્યા છે. જેમ કે સ્ટીલ વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, મિરર કેપ્સ અને ટેલગેટ પર ‘ટૂર એસ‘ બેજિંગ જેવા ફેરફાર છે. આ સિવાય બહારની બધી વસ્તુઓ મારુતિ ડિઝાયર જેવી જ છે.
ફીચર્સ તરીકે કંપનીએ Maruti Tour Sમાં LED ટેલ લાઈટ્સ આપી છે, આ સિવાય મેન્યુઅલ એર કંડીશન, સ્પીડ સેન્સિંગ ડોર લોક વગેરે આ કારને વધુ સારી બનાવે છે. આ કારમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ડ્યુઅલ એરબેગ્સ અને બાળકો માટે ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર્સ આપવામાં આવ્યા છે.
પાવર અને પરફોર્મન્સ : નવી Dzire Tour Sમાં કંપનીએ 1.2-લીટર ક્ષમતાનું K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે પેટ્રોલ મોડમાં 90hpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 77hp નો પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે.
કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ મોડમાં 23.15 કિમી પ્રતિ લીટર અને સીએનજી મોડમાં 32.12 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે નવી ટૂર એસ અગાઉના મોડલ કરતાં CNG મોડમાં 21 ટકા વધુ માઇલેજ આપે છે.
આ પણ વાંચો :-