સ્વાદ તો વધારશે જ સાથે કેન્સર જેવી બીમારીઓથી પણ રક્ષણ આપશે આ મસાલો, જાણો અન્ય ફાયદા

Share this story

This spice will not only enhance the taste

  • તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે.

મસાલા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘર પર ખાવાનુ બને અથવા તો કોઈ ફંક્શનમાં કોઈ રસોઈયા દ્વારા જમવાનું બનાવવામાં આવે. મસાલાનો ઉપયોગ શાકના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તમામ મસાલાના પોતપોતાના ગુણો હોય છે. આવો જ એક મસાલો (Spices) છે તજ.

મસાલામાં અનેક ગુણો હોવાનું માનવામાં આવે છે. દરેક ઘરમાં તજનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેને શાકભાજીમાં નાખવા માટે ખાસ બજારમાંથી ખરીદી કરીને લાવે છે. આજે આપણે તેના ગુણ વિશે વાત કરીશું. કઈ રીતે તજ સ્વાસ્થ્યને ફિટ રાખવામાં મદદ કરે છે.

કેટલા તજ ખાવા જોઈએ :

તજને પસંદ કરતા લોકો દુનિયાના દરેક દેશમાં છે. નાના હોય કે મોટા દરેક લોકો તજનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેની માત્રા શાકમાં સ્વાદ અનુસાર નાખવામાં આવે છે. અડધી ચમચી અથવા એક ચમચી તજનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે વિશેષજ્ઞોનું કહે છે કે દરરોજ તજનું વધુ પડતું સેવન કરવાથી પેટ, લીવર, કિડનીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે તેના ફાયદા માટે ચોક્કસપણે તેને મધ્યમ માત્રામાં ખાઓ.

ક્યાંથી આવે છે તજ :

તજની સુગંધ ખૂબ જ શાનદાર હોય છે. આ શાકભાજી સાથે કેટલીક કેક બનાવવામાં પણ પ્રયોગ કરવામાં આવે છે. તજનું ઝાડ હોય છે. ઝાડના થડની ચામડી કાઢી તેને સૂકવવામાં આવે છે. તેને રોલ કરી એક લાકડી જેવો આકાર આપવામાં આવે છે. ઘણા લોકો તેને દળીને પણ ઉપયોગમાં લેતા હોય છે. હવે તેના ફાયદા પણ જાણવું જરૂરી છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

દર વર્ષે તમે અથવા તમારા પડોશ, પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ તાવ, ઉધરસ, શરદીની ચપેટામાં આવે છે. આ દિવસોમાં હવામાં ફેલાતા વાયરસ અથવા બેક્ટેરિયાની અસર હોય છે. તજમાં આવા વાયરસ સામે લડવાના ગુણ હોય છે. નિયમિત યોગ્ય માત્રામાં સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત થાય છે અને આવા વાયરસ નજીક નથી આવતા.

ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ ઓછું થાય છે :

તજનું સેવન ટાઈપ ટુ ડાયાબિટિસ માટે ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે. તે બ્લડ સુગરમાં ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો જાય છે. તજનો ઉપયોગ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે થાય છે. કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. બ્લડ પ્રેશર મેનેજ થવા અને કોલેસ્ટ્રોલ ઓછુ થવાના કારણે હાર્ટ સંબંધિત રોગનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચો :-