BIG BREAKING / IPL 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં, જુઓ આખું લિસ્ટ

Share this story

BIG BREAKING / IPL 2023 schedule announced

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે અમદાવાદમાં IPL 2023 ની ઓપનર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. જેનું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું હતું. ફાઈનલ પણ 28 મેના રોજ અમદાવાદમાં રમાશે.

ચાર વખતની ચેમ્પિયન CSK 8મી એપ્રિલ અને 6ઠ્ઠી મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. દરમિયાન IPLની આ સિઝનમાં ગુવાહાટીને પણ મેચો ફાળવવામાં આવી છે.

Image

52 દિવસ ચાલનારી આઈપીએલ -2023માં 10 ટીમો ભેગી થઈને 70 મેચો રમશે. IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. ગુજરાત ટાઇટન્સે ફાઈનલ મેચમાં સંજુ સેમસનની કેપ્ટશિપવાળી રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી હતી. આ વખતે માત્ર ગુજરાતની ટીમ જ ટૂર્નામેન્ટની ઑપનિંગ મેચ રમશે. જ્યારે આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.

IPL 2023ના ગ્રુપ :

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

આ પણ વાંચો :-