ગે ચેટિંગ એપથી યુવકને મળવા બોલાવ્યો અને પછી ત્રણ યુવકોએ ભેગા થઇને તેની સાથે…

Share this story

Called the young man on a gay chatting app

  • અમદાવાદ (Ahmedabad) શહેરમાં રહેતા એક યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી.

અજાણ્યા શખ્સે ફેક આઇડી (Fake ID) બનાવી આ યુવક સાથે સૌથી પહેલા મેસેજથી વાતચીત કરી. બાદમાં આ યુવકને મળવા બોલાવતા યુવક ત્યાં પહોંચ્યો હતો અને મેસેજ કરનાર પાર્ટનરની જગ્યાએ લૂંટારો (Robber) તેને મળ્યો અને બાદમાં ત્રણ લોકો તેને અવાવરૂ જગ્યાએ લઇ જઈ સોનાની ચેઇન લૂંટી લીધી. જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા :

પોલીસે પકડેલા આ શખ્સોમાં દીપ ઉર્ફે  મુન્નો કટારિયા,  જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને  તેજસ મારવાડીની ઓળખ થઈ છે. જે આરોપીઓએ એક યુવકને લૂંટ્યો હતો તે આરોપીઓએ સામાન્ય મોડસ ઓપ્રેન્ડીથી નહિ પણ ગે ચેટિંગ એપ પર ફેક આઇડી બનાવી ભોગ બનનાર યુવક સાથે વાતચીત કરી હતી. બાદમાં પાર્ટનર તરીકેની ઓળખ આપી આરોપીએ તે યુવકને મળવા બોલાવ્યો હતો.

યુવક ત્યાં મળવા ગયો એ પછી  તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયા. જ્યાં ત્રણ લોકોએ અંધારાનો લાભ લઇ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ આરોપી પાસે એટલી રોકડ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા :

અમદાવાદના પોષ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવું ભારે પડ્યું. આ અંગે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર વિશેની એપ્લિકેશનની જાણ થઈ હતી.

તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરતો હતો. એક શખ્સે તેની સાથે વાતો કરતા જ તે તેના સકંજામાં આવી ગયો અને આરોપીઓએ મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :-