રાહુલને તક આપી કેમ પસ્તાયો રોહિત ? ગ્રાઉન્ડમાં જે થયું એ જોઈ ગયો કેપ્ટનનો પિત્તો, વીડિયો વાયરલ

Share this story

Why did Rohit regret giving Rahul a chance?

  • આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની (Border Gavaskar Trophy) બીજી મેચ 18 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ મેચમાં ભારતની ટીમે કાંગારુ ટીમને પોતાની બોલિંગની મદદથી બેકફૂટ પર લાવી દીધી. ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે પહેલા દાવમાં બેટિંગ કરતાં 263 રન બનાવ્યા.

જોકે ઓસ્ટ્રલિયાના બોલરોએ ટીમને વાપસી કરાવતાં ભારતને 262 રનમાં ઓલઆઉટ કરી દીધું. જેમાં નાથન લિયોને (Nathan Leo) સૌથી વધારે 5 વિકેટ ઝડપી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર શરમજનક પ્રદર્સશન કરતાં કેપ્ટન રોહિત શર્માને (Captain Rohit Sharma) નિરાશ કર્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નાથન લિયોને રાહુલનો શિકાર કર્યો :

લોકેશ રાહુલ ભારતના શાનદાર બેટ્સમેનમાંથી એક છે. પરંતુ તેને મળી રહેલી શાનદાર તકને તે યોગ્ય રીતે ઝડપી શક્યો નથી. પહેલી ટેસ્ટ મેચનું ખરાબ ફોર્મ બીજી ટેસ્ટમાં પણ ચાલુ રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ તેના પર વિશ્વાસ રાખતાં ગિલની જગ્યાએ તેને તક આપી હતી. પરંતુ તે આ મેચમાં પણ સાવ ફ્લોપ રહેતાં 41 બોલમાં 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

https://twitter.com/javedan00643948/status/1626812142304514048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626812142304514048%7Ctwgr%5E56046fc8895b54a16b1c4ac448e3523458f16437%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fsports%2Frohit-sharma-lokesh-rahul-captain-video-went-viral-sport-news-250371

નાથન લિયોને તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. લોકેશ રાહુલ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા તેના આઉટ થયા પછી ઘણા નિરાશ અને હતાશ જોવા મળી રહ્યા છે. તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાહુલના આઉટ થવાથી તેને કેટલું દુખ થયું છે.

લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન યથાવત :

ભારતીય ટીમના ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન લોકેશ રાહુલ પોતાની કારકિર્દીની સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે એશિયા કપ 2022 પછી ટીમ ઈન્ડિયા માટે કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી. તે એશિયા કપમાં પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ મેચમાં નસીમ શાહના બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

જેના પછી ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટીમને રોમાંચક મેચમાં જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં પણ રાહુલ માત્ર 20 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો :-