આ રીતે ભણશે ગુજરાત? ડબલ એન્જિન સરકારમાં બાળકો આ રીતે ભણવા મજબુર બન્યા

Share this story

Will Gujarat study like this?

  • રાજ્યમાં સરકાર પર શિક્ષણ મુદ્દે અનેક સવાલો ઉઠયા છે. ક્યારેક શિક્ષણ નીતિ તો ક્યારેક કાર્યક્રમોમાં શિક્ષકોને મોકલવા બાબત સરકાર પર સવાલો થયા છે.

ત્યારે હવે અરવલ્લી (Aravalli) જિલ્લામાં શિક્ષણની દુર્દશાનો વિડીયો સોશીયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. આ વિડીયોએ રાજ્ય સરકારની પોલ ખોલી છે. જેમાં પ્રાથમિક શાળામાં (Primary school) ઓરડાના અભાવે બાળકો ઝાડના છાયા નીચે ભણવા મજબુર બન્યા છે.

સરકાર જાહેરાતોમાં મોટા મોટા બણગાં ફૂંકે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્કની પોલ ખૂલી છે. આ દરમિયાન પ્રાથમિક શાળામાં ઓર્ડના અભાવે બાળકો ઝાડના છાયા નીચે મજબુર બન્યા છે. ઝાડના થડ પર ગ્રીન બોર્ડ લગાવી વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક પણ મજબૂર બન્યા છે.

રે આ વિડીયોને લઈ સરકાર પર અનેક સવાલો ઉઠયા છે. જેમાં ગુજરાતની ડબલ એન્જીન સરકારમાં શુ, આવી રીતે ભણશે ગુજરાત ? શિયાળાની કડકડતી ઠંડી અને ઉનાળાના આકરા તાપ સહન કરી બાળક ભણવા મજબૂર બન્યા છે.

સરકારની નીતિ પર ઉઠયા સવાલો :

રાજ્ય સરકાર દ્વારા ભલે પ્રાથમિક શિક્ષણને લઈને અનેક દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં આવેલીની શાળાઓએ સરકારના આ દાવાઓની પોલ ખોલે છે. આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોના કારણે સરકારની શિક્ષણ નીતિ ફર ફરી એક વખત સવાલો ઊભા કર્યા છે. ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો શિક્ષણ મેળવવા માટે કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો આકરો તાપ. આ બધા વચ્ચે ઝાડના છાયે બેસી શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.

જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો :

વાયરલ વિડીયો માલપુર દાંતા ટીમ્બા પ્રાથમિક શાળાનો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે સરકારના સર્વ શિક્ષા અભિયાનના વરવા દ્રશ્યો સોસીયલ મીડિયામાં વાયરલ. જો આ વાસ્તવિકતા જણાય તો અધિકારી અને પદાધિકારીઓએ ધ્યાને લેવું અત્યંત જરૂરી છે જેથી બાળકોના ભણતર અને સ્વાસ્થ્ય પર અસર ન પડે. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો છે. જોકે gujaratguardian આ વિડીયોની પુષ્ટી નથી કરતું.

આ પણ વાંચો :-