દૂધમાં ઉમેરો આ પાન અને પછી પીવો તેને, માઈગ્રેન અને પથરીના દુખાવાથી મળશે રાહત

Share this story

Add this leaf to milk and then drink

  • Health Tips : રોજ એક ગ્લાસ દૂધ આ વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો શરીરની ઘણી સમસ્યા દવા વિના મટી શકે છે. તેના માટે દૂધમાં તેને બરાબર ઉકાળી લેવાનું છે અને પછી તેનું સેવન કરવાનું છે.

દૂધ પીવાથી (Drink milk) થતા લાભ વિશે તો તમે પણ જાણતા હશો. દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે કારણ કે તેની અંદર તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે શરીરને લાભકારી છે. પરંતુ દૂધના ફાયદાને વધારવા માટે તેની અંદર કેટલીક વસ્તુઓ પણ ઉમેરી શકાય છે.

આવી જ એક વસ્તુ છે તુલસીના પાન ઔષધીય (Basil leaves are medicinal) ગુણથી ભરપૂર હોય છે. તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીની પૂજા પણ થાય છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં (Ayurveda) કેટલીક સમસ્યામાં દવા તરીકે પણ કરવામાં આવે છે. જો તમે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવો છો તો તમે ઘણી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી થતા લાભ :

1. જો તમને શ્વાસ સંબંધિત સમસ્યા હોય તો તેનાથી બચવા માટે દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવા જોઈએ આમ કરવાથી તમને અસ્થમા સહિતની બીમારીમાં રાહત થશે.

2. જો તમને માઈગ્રેન ની સમસ્યા હોય અને વારંવાર માથામાં અસહ્ય દુખાવો થતો હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને નિયમિત પીવાનું રાખો. તેનાથી માઈગ્રેન ની તકલીફ મટી જાય છે.

3. અનિયમિત જીવનશૈલી અને પોષણયુક્ત આહાર ના અભાવના કારણે લોકો ડિપ્રેશનનો શિકાર પણ થઈ જતા હોય છે તેવામાં તુલસી વાળું દૂધ પીવાથી માનસિક ચિંતા દૂર થાય છે

4. ઘણા લોકોને પથરીની સમસ્યા હોય છે. પથરીના કારણે થતો દુખાવો અસહ્ય હોય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાનું રાખો. તેનાથી પથરી અને કિડનીના દુખાવાની તકલીફ મટે છે.

આ પણ વાંચો :-