બાળકોને એકલા મૂકતાં પહેલા વિચારજો ! સુરતમાં રખડતા શ્વાનનો આતંક

Share this story

Think before leaving children alone

  • રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

સુરત (Surat) શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ (Dog) એકસાથે હુમલો કર્યો હતો. વિગતો મુજબ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરતના ખજોદ વિસ્તારમાં (Khajod area) દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર અચાનક કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ તરફ બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સાથે એક્સ-રે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવાઈ હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના? 

સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

શું કહ્યું ડોકટરે ? 

સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાનની સાથે માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઈજા વધુ થઈ છે. જેને લઈ બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ સાથે તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-