RICHEST TEMPLE OF INDIA : ભારતના આ મંદિરોમાં એટલું ધન છેકે, નાના-મોટા દેશ ખરીદી શકાય !

Share this story

RICHEST TEMPLE OF INDIA

  • આ છે ભારતના સૌથી ધનિક મંદિર, કરોડો રૂપિયાનું આવે છે દાન.દૂર દૂરથી અહીં રોજ લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. અહીં આવનારા ભાવિકભક્તોમાં સંખ્યાબંધ લોકો અસંખ્ય ધન મંદિરમાં દાન કરીને જાય છે.

ભારતમાં હિન્દુ ધર્મની (Hinduism) આસ્થા મંદિરો સાથે અતૂટ જોડાયેલી છે. ભકતો પોતાની શ્રદ્ધાથી મંદિરોમાં સોના-ચાંદી સહિત લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભકતો તેમની શ્રદ્ધા દર્શાવવા કઈ પણ કરી છૂટતા હોય છે. અહીં વાત એવા મંદિરોની જ્યા ભકતો પુષ્કળ દાન કરતા હોય છે. જાણો આ 5 મંદિરોની સંપતિ વિશે.

1. પદ્મનાભસ્વામી મંદિર –

કેરળના તિરુવન્તપુરમ શહેરમાં પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે. દ્રવીડ શૈલીમાં બનનાર પ્રાચીન મંદિરની સારસંભાળ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર કરે છે. જાણકારી મુજબ, મંદિરની છ તિજોરીઓમાં ફુલ 20 અરબ ડોલરની સંપતિ છે. આટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ બિરાજમાન છે,  અહીં હજારો ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે. મૂર્તિની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે.

2. તિરૂપતિ બાલાજી મંદિર –

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં 7 પહાડોથી બનેલા તિરૂપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) આજે સૌથી પ્રતિષ્ઠિત અને ધનિક મંદિરોમાં સામેલ થાય છે. વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ સમાન આ મંદિર સમુદ્રતટથી 2,800 ફિટની ઊંચાઈ પર છે. આ મંદિરને તમિલ રાજા થોડઈમાનેએ બનાવ્યું છે.

કોરોના મહામારી પહેલા આ મંદિરમાં દરરોજ 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હતા. એમ કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે. જે વિષ્ણુના અવતાર છે. અંદાજે મંદિરની ફુલ સંપતિ 50 હજાર કરોડ રૂપિયા છે.

3. સાઈબાબા મંદિર –

મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ શિરડી સાઈ બાબા મંદિરની ખ્યાતિ દેશવિદેશમાં છે. દર વર્ષે લાખો દર્શનાર્થીઓ દેશ-વિદેશથી સાઈબાબાના દર્શન માટે આવતા હોય છે. શિરડી સાઈ સંસ્થાનના રિપોર્ટ મુજબ 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન પેટે મંદિરને મળતા હોય છે. કહેવાય છે કે મંદિર પાસે અંદાજે 32 કરોડ રૂપિયાના ચાંદીના ઘરેણા છે અને 6 લાખની કિંમતના ચાંદીના સિક્કા છે. દર વર્ષે અંદાજે 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.

4. વૈષ્ણોદેવી મંદિર –

હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી મંદિર (Vaishno Devi Temple) પ્રત્યે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. આ મંદિર ત્રિકુટા પર્વત પર કટરામાં 1700 મીટરની ઉંચાઈએ આવેલું છે. દુનિયાભરથી દર વર્ષે લાખો ભકતો માતાના દર્શન માટે આવતા હોય છે. એક વેબસાઈટ અનુસાર 500 કરોડ રૂપિયા દર વર્ષે ભકતો તરફથી દાન મળતા હોય છે.

5. સિદ્ધિવિનાયક મંદિર –

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. સિદ્ધિવિનાયક મંદિરનો (Siddhivinayak Temple) મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે. જે મંદિરની સૂંઢ ડાબી તરફ હોય તે સિદ્ધપીઠથી જોડાયેલી હોય છે. આ મંદિરોને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે.

કહેવાય છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની માનતા પૂર્ણ થાય છે.  આ જ કારણ છે કે મોટા-મોટા નેતા, અભિનેતાઓ અને ટેલિવિઝન કલાકારોથી લઈ સામાન્ય નાગરિકો દર્શન કરવા અને માનતા પૂર્ણ કરવા આવતા હોય છે. રિપોર્ટ્સ અનુસાર દર વર્ષે મંદિરને દાનમાં અંદાજે 75 થી 125 કરોડ રૂપિયા મળે છે.

આ પણ વાંચો :-