INDvsAUS: રવિન્દ્ર જાડેજા હવે સચિનનો આ રેકોર્ડ તોડવાની નજીક, ઓસ્ટ્રેલિયા સામે મારી શકે છે બાજી

Share this story

INDvsAUS

  • ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ. જાડેજાએ બંને ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી.

ભારત અને ઓસ્ટ્રેલિયા (INDvsAUS) વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ દિલ્હીમાં રમાઈ. જેને ભારતે 6 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) શાનદાર પ્રદર્શન કર્યુ. તેમણે પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી. તેમને આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી. જાડેજા શાનદાર પર્ફોમન્સના કારણે સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) એક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયા છે.

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બીજા સ્થાને :

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયા. તેમણે આ મામલે ચેતેશ્વર પૂજારાની બરાબરી કરી લીધી છે. જાડેજા સચિનનો રેકોર્ડ તોડવાની ખૂબ સમીપ પહોંચી ગયા છે. આ ટુર્નામેન્ટમાં જાડેજા અને પૂજારાએ ચાર-ચાર વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. જ્યારે સચિન આ મામલે ટોપ પર છે. તેમણે 5 વખત આ ખિતાબ જીત્યો છે. સ્ટીવ સ્મિથ ત્રણ એવોર્ડ્સની સાથે ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન :

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ આ સીરીઝની પ્રારંભિક બે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. તેમણે બે ઈનિંગમાં 96 રન બનાવ્યાં છે. જેની સાથે-સાથે 17 વિકેટ પણ લીધી છે. જાડેજા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ પર છે.

તેમણે 67.1 ઓવરમાં 191 રન આપ્યાં છે. જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન છે. તેમણે 2 મેચમાં 14 વિકેટ લીધી છે.

આ પણ વાંચો :-