Thursday, Jul 17, 2025

રાત્રે રૂમમાં સૂવા ગયેલી યુવતીનો સવારે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પછી લગ્ન હતા

2 Min Read

The girl who went to sleep in the room at night was found

  • નવસારીના ચીખલીમાં તલાવચોરા ગામના લગ્નના 5 દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આગામી 23મી એપ્રિલે આહીર પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી. પરંતુ તેના પહેલા જ દીકરીની લાશ મળતા હવે પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રાત્રે રૂમમાં સૂવા માટે ગયેલી યુવતીનો બીજા દિવસે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળતા પરિવાર પણ કંઈક અઘટિત થયું હોવાની શંકા સેવી રહ્યો છે.

Bsc ભણેલી પ્રિયંકાના 23મીએ લગ્ન હતા :

વિગતો મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે 22 વર્ષની પ્રિયંકા આહીર નામની યુવતીના ધરમપુરના યોગેશ સાથે 23મી ફેબ્રુઆરીએ લગ્ન નક્કી થયા હતા. Bsc ભણેલી પ્રિયંકાના લગ્ન નજીક હોવાથી પરિવાર તેની તૈયારીમાં વ્યસ્ત હતો. શનિવારે રાત્રે પ્રિયંકા પોતાના રૂમમાં સૂવા માટે ગઈ પરંતુ સવાર પડતા તે રૂમમાં કે ઘરમાં ન દેખાતા પરિવાર ચિંતામાં હતો. ગામમાં દીકરીને શોઘખોળ કરી પણ કોઈ પતો ન લાગ્યો. જ્યારે ઘરની પાછળ આવેલા તળાવમાં જોતા દીકરીનો પાણીમાં તરતો મૃતદેહ દેખાયો જે જોતા જ પરિવારના હોંશ ઉડી ગયા.

તળાવ પાસેથી ફોર્મેટ કરેલો ફોન મળ્યો :

પરિવારે દીકરીનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ચીખલી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. તળાવના કીનારેથી પ્રિંયકાનો ફોન મળી આવ્યો હતો, જે ફોર્મેટ કરેલો હતો. ઉપરાંત તેના શરીર પર પણ બચકુ ભર્યું હોય એમ દાંતના નિશાન હતા. એવામાં પ્રિયંકાએ છેલ્લે કોની સાથે વાત કરી હતી કે ફોનમાં અન્ય કોઈ ફોટો-વીડિયોની માહિતી છુપાવવા ફોર્મેટ કરાયો હોવાની શંકા છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો :

હાલ તો પરિવારને દીકરીની હત્યા થઈ કે પછી તેણે આ પ્રકારનું કોઈ પગલું ભર્યું તે વિશે કોઈ જાણકારી નથી અને કોઈના પર શંકા પણ નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article