21 ફેબ્રુઆરી 2023 : ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકી ઉઠશે – જાણો તમારું આજનું રાશિફળ

Share this story

21 February 2023 : With the grace of Lord Ganesha

મેષઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થતી જણાય. આર્થિક મોરચે સફળતા મળે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. ધંધાકીય ક્ષેત્રે ફાયદો મેળવવો શક્ય બને. સંતાનસુખમાં વધારો થાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ
દિવસ દરમિયાન કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ કરી શકાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાનોની ચિંતા હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
ધાર્મિક કાર્યોના આયોજનમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય કાર્યક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખી શકો. વિદેશ સંબંધી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
ખોટા વિચારોનું પ્રમાણ વધે. વાણી ઉપર કાબૂ રાખવા હિતાવહ. હયાત રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોમાં સાવધાની જરૂરી. આરોગ્ય સાચવવું. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. મિત્રોનો સાથ-સહકાર મળે.

સિંહઃ
મનોબળ મજબૂત બને. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારિક સંબંધોમાં ઉષ્માનો અનુભવ થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. જીવનસાથી સાથે આનંદ. નોકરી ધંધામાં પ્રગતિ.

કન્યાઃ
જાહેર જીવનમાં કાર્ય કરવાની તક મળે. સાહિત્ય ક્ષેત્રે અભિરુચી વધે. ભાગ્યનો સાથ મળતો જણાય. પરિવારમાં મતભેદ ટાળવા. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. તબિયત સારી રહે. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
આર્થિક પાસુ મજબૂત બને. આનંદમાં વધારો થાય. પરિવારમાં સ્નેહ જળવાય. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય જળવાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. રોકાણોનું યથાર્થ આયોજન શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. માતૃસુખ-પિતસુખમાં વધારો થાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ સંભવે.

ધનઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન અંગેની ચિંતા સતાવે. પેટની ગરબડ રહે. વિચારો ઉપર કાબૂ રાખવો. હિતાવત ગણાશે.

મકરઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થાય. યશ-પ્રતિષ્ઠા વધે. આવક જળવાય. પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. પરિવારમાં મનમેળ જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન.

કુંભઃ
વિચારોમાં અસ્થિરતા રહે. યોગ્ય નિર્ણય લેવામાં અવઢવ વર્તાય. નાણાની વખતસર હેરફેર શક્ય બને. ઉધાર-ઉછીના આપેલા નાણાં ફસાઈ જવાની શક્યતા. વિદેશ અંગેની બાબતોથી લાભ.

મીનઃ
સામાજિક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે. સંતાન તરફથી પ્રેમનો અનુભવ થાય. સ્ત્રીવર્ગથી લાભ. ભાગ્યનો સાથ મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-