HomeEntertainmentકોણ છે પૂજા દદલાણી ? જેણે 10 વર્ષથી સંભાળ્યું છે કિંગ ખાનનું...

કોણ છે પૂજા દદલાણી ? જેણે 10 વર્ષથી સંભાળ્યું છે કિંગ ખાનનું A TO Z કામ, કરોડોની છે આસામી

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

Who is Pooja Dadlani? Who has handled King Khan

  • શાહરૂખ સિવાય પૂજા તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો પ્રોફેશનલ જ નહી પરંતુ અભિનેતા સાથે પારિવારિક સંબંધો પણ છે. તે અવારનવાર ગૌરી અને શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) મેનેજર પૂજા દદલાણી (Pooja Dadlani) અભિનેતાની ખૂબ જ નજીક છે. આ વાતનો અંદાજ તમે પૂજાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ લગાવી શકો છો. પૂજા દદલાણી ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે શાહરૂખના પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

જ્યારે ગૌરી ખાન આર્યન ખાનને મળવા NCB ઓફિસ પહોંચી હતી તે દરમિયાન પૂજા દદલાણી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ત્યાં જ જોવા મળી હતી. તે 2012થી શાહરૂખ સાથે કામ કરી રહી છે અને તેનું તમામ કામ સંભાળી રહી છે. અગાઉ તે શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું કામ સંભાળતી હતી.

તે ન માત્ર ફિલ્મ સાથે જોડાયેલા કામો કરે છે પરંતુ તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ જેવા અનેક કામને સંભાળે છે. રિપોર્ટ્સ મુજબ તેણે શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં પ્રોડ્યૂસર તરીકે પણ કામ કર્યું હતું.

રિપોર્ટ્સ અનુસાર પૂજાની કુલ સંપત્તિ 45 કરોડથી 50 કરોડ રૂપિયાની વચ્ચે છે. તે 7 કરોડથી લઈને 9 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વર્ષ 2020માં તેની સંપત્તિમાં 1 મિલિયન ડોલરનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે તે હાલમાં જ એક નવા ઘરમાં શિફ્ટ થઈ છે. જેનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ અન્ય કોઈએ નહીં પરંતુ ગૌરી ખાને જ કર્યું છે.

તેણે મુંબઈમાં બાઈ અવાબાઈ ફ્રામજી પેટિટ ગર્લ્સ હાઈસ્કૂલ અને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેણે માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. પૂજા દદલાણીએ વર્ષ 2008માં હિતેશ ગુરનાની સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ તેઓએ રેયના રાખ્યું છે.

શાહરૂખ સિવાય પૂજા તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો પ્રોફેશનલ જ નહી પરંતુ અભિનેતા સાથે પારિવારિક સંબંધો પણ છે. તે અવારનવાર ગૌરી અને શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img