HomeSports પૃથ્વી શો હજુ બરાબરનો ફસાશે ! જામીન મળતા જ સપના ગિલે કર્યું...

 પૃથ્વી શો હજુ બરાબરનો ફસાશે ! જામીન મળતા જ સપના ગિલે કર્યું આ કામ, હવે શું કરશે પોલીસ ?

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Prithvi show will still be trapped

  • ભારતીય ક્રિકેટર પૃથ્વી શોની સાથે સપના ગિલનો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે મુંબઈ કોર્ટે પૃથ્વીની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેસબોલ બેટથી હુમલો કરવાના મામલામાં સપના ગિલને જામીન આપી દીધી હતી.

ભારતીય ક્રિકેટર પૃથ્વી શોની (Indian cricketer Prithvi Shaw) સાથે કથિત રીતે દુર્વ્યવહાર (Abuse) કરવા અને તેમની કાર પર બેસબોલ બેટથી હુમલો કરવાના મામલામાં સપના ગિલ અને ત્રણ અન્ય આરોપીઓને સોમવારે મુંબઈથી એક સ્થાનીક કોર્ટે જામીન આપી છે. જામીન પર બહાર આવતા જ સોશિયલ મીડિયા (Social media) ઈન્ફ્લુએન્સર સપના ગિલે મોટુ પગલું ભર્યું છે. જેનાથી પૃથ્વી શોની મુશ્કેલીઓ વધી શકે છે.

સપનાએ દાખલ કરી ફરિયાદ :

માહિતી અનુસાર જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે ક્રિકેટર પૃથ્વી શો અને તેમના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સપનાને આ ફરિયાદ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. સપનાએ આ ફરિયાદ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે.

આ ફરિયાદમાં પૃથ્વી અને તેમના મિત્રો પર પહેલા ઝગડો કરવા ઉસ્કેરવા, મારામારી કરવા સહિત ઘમા આરોપ લગાવવામાં આવ્યા છે. સપના ગિલે કલમ 154, 326 ए, 326 બી, 354, 354 બી, 370, 370 એ, 376 ડીબી, 376 ઈ, 509 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

શું છે મામલો

મહત્વનું છે કે સપના ગિલ સહિત આઠ લોકો પર પૃથ્વી શો સાથે ગેરવર્તન કરવા, કાર પર હુમલો કરવા અને મામલાને રફા-દફા કરવા માટે રૂપિયા માંગવાનો આરોપ હતો. આ મામલામાં પોલીસે આઠ આરોપીઓને પહેલા રિમાંડ પર લીધા અને પોલીસ રિમાંડ ખતમ થયા બાદ 20 ફેબ્રુઆરીએ આરોપીઓને મજીસ્ટ્રેટ કોર્ટમાં રજુ કર્યા.

ત્યાર બાદ કોર્ટ સહિત 8 ઓરોપીઓને 14 દિવસ સુધી કસ્ટડિમાં રાખવામાં આવ્યા હતા. જોકે આ નિર્ણય બાદ તરત સપના ગિરની તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી. કોર્ટે લાંબી દલીલ બાદ સપના ગિલને 10 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મંજૂર કર્યા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img