નેતાઓને ઝટકો ! સત્તા ગઈ તો સુરક્ષા પણ ગઈ, આ નેતાઓ હવે નહીં મારી શકે રોફ

Share this story

Shake the leaders! If power is gone

  • Gujarat Leader Security : ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઈ… ઋત્વિજ પટેલ, સૌરભ પટેલ સહિત જુઓ કોના કોના નામ

ગુજરાત સરકારે (Gujarat Govt) મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ સાથે 30  વ્યક્તિઓ હવે કોમનમેન બની ગઈ છે. સરકારે સત્તા જતાં સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. જેમાં વિધાનસભાની ટિકિટમાંથી કપાયા પછી હવે રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયાને સુરક્ષા નહીં મળે. ગુજરાત સરકારે 72 મહાનુભાવોને મળતી એક્સ કે વાય કેટેગરીની (Y category) મળતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે.

હવે એમાંથી 28 મહાનુભાવોને હવે સુરક્ષા મળશે નહીં. ગૃહવિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જેમની સુરક્ષા પરત (Security return) લેવાઈ છે. એમાં ઋત્વિજ પટેલ, હિંમતસિંહ, ભૂષણ ભટ્ટ, કૌશિક જૈન, રાજેન્દ્રદાસજીનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સરકાર દ્વારા જોખમને આધારે અલગ અલગ કેટેગરીમાં સુરક્ષા ફાળવાતી હોય છે. અમદાવાદમાં રહેતા નેતાઓ સુપ્રીમ, હાઈકોર્ટના નિવૃત્ત જજ, પૂર્વ મંત્રી. નેતા,ધારાસભ્ય, ઉદ્યોગપતિ વેપારીઓ સહિત 72 મહાનુંભાવોને સરકાર એક્સ કે વાય કેટેગરીમાં સુરક્ષા પ્રદાન કરે છે.

જેમાંથી ચાલુ વર્ષે સુપ્રીમ અને હાઈકોર્ટના 9 નિવૃત્ત જજ સહિત નેતાઓ મળી 30 જણા પાસેથી સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જ્યારે 28 મહાનુંભાવોની સુરક્ષામાં ફેરફાર કરાયો છે. રાજ્ય સરકારે શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14 નેતાઓની સુરક્ષા યથાવત રાખી છે.

આ સિવાય શૈલેષ પરમાર, રોહિતજી ઠાકોર, નિવૃત્ત આઈપીએસ જે. કે. ભટ્ટ સહિત કેટલાક બિઝનેસમેનોની સુરક્ષામાં ફેરફાર ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જે મહાનુભાવોને એકસ, વાય કે ઝેડ કેટેગરીની સુરક્ષા ફળવાય છે. એ પોલીસ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક એમની સાથે રહે છે. તો કેટલાક કિસ્સામાં ઘરે અને ઓફિસે પણ પોલીસ તૈનાત હોય છે.

કોની સુરક્ષા પરત ખેંચાઈ :

કૌશિક પટેલ     પૂર્વ મંત્રી
સૌરભ પટેલ    પૂર્વ મંત્રી
રાકેશ શાહ    પૂર્વ ધારાસભ્ય
કૌશિક જૈન    ધારાસભ્ય
હિંમતસિંહ પટેલ    પૂર્વ ધારાસભ્ય
બિમલ શાહ    પૂર્વ ધારાસભ્ય
ભૂષણ ભટ્ટ    પૂર્વ ધારાસભ્ય
ઋત્વિજ પટેલ    યુવા ભાજપ પ્રમુખ
રાજેન્દ્ર દાસજી મહારાજ    અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અમી અખાડા

સુરક્ષાની કેટલી શ્રેણીઓ છે?

SPG કેટેગરી – સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા હવે માત્ર વડાપ્રધાનને જ ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 3000 SPG જવાનો વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત છે. તમામ SPG કર્મચારીઓ ઓટોમેટિક ગન FNF-2000 એસોલ્ટ રાઇફલ સહિત તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે. 2020-21ના બજેટમાં SPG સુરક્ષા માટે 592.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

2019 સુધી વડાપ્રધાન સિવાય ગાંધી પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવતી હતી. પરંતુ સંસદમાં કાયદો પસાર કરીને સરકારે ગાંધી પરિવાર પાસેથી આ સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.

આ પણ વાંચો :-