OYOના માલિક રિતેશ અગ્રવાલ કરવા જઈ રહ્યા છે લગ્ન, PM મોદીને આપ્યું આમંત્રણ

Share this story

OYO owner Ritesh Agarwal is going to get married

  • દેશના પ્રખ્યાત સ્ટાર્ટઅપ OYOના સ્થાપક રિતેશ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

અગ્રવાલ દિલ્હીમાં (Delhi) વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (Prime Minister Shri Narendra Modi) મળ્યા હતા અને તેમને તેમના લગ્નમાં હાજર રહેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ દરમિયાન તેની માતા અને મંગેતર પણ તેની સાથે હતા. તે આવતા મહિને માર્ચમાં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં (Five star hotel) લગ્ન કરવાના છે.

અગ્રવાલે ખુદ વડાપ્રધાન મોદીને મળવાની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અગ્રવાલે પીએમને શાલ પણ અર્પણ કરી હતી.

નવી ઈનિંગ્સની શરૂઆત :

અગ્રવાલે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તેમણે જે ઉષ્મા સાથે અમારું સ્વાગત કર્યું તે શબ્દો વ્યક્ત કરી શકતા નથી. મારી માતા, જેઓ મહિલા સશક્તિકરણ માટેના તેમના વિઝનથી ખૂબ જ પ્રેરિત છે. તેમને મળવા માટે ઉત્સાહિત હતા. તમારા કિંમતી સમય અને શુભેચ્છાઓ બદલ આભાર.

દેશના યુવા અબજોપતિઓમાં સામેલ છે :

દેશના સૌથી યુવા અબજપતિઓમાં 29 વર્ષના રિતેશ અગ્રવાલનું નામ સામેલ છે. તેણે 2013માં માત્ર 19 વર્ષની ઉંમરે OYOની શરૂઆત કરી હતી. હાલમાં તેમની કંપની OYO વિશ્વના 80 દેશના 800 શહેરમાં તેની સેવાઓ પ્રદાન કરે છે.

નાની ઉંમરનો આ વિચાર ખુબ વિરાટ સાબિત થયો:

રિતેશ અગ્રવાલને શરૂઆતથી જ દેશની ટોપ IIT કોલેજમાં જવું હતું, પરંતુ કંઈક કરી બતાવવાના જુસ્સામાં તેણે કોલેજમાં જવાનું બંધ કરી દીધું. 2011માં શાળા છોડીને 17 વર્ષની ઉંમરે તેણે ઓરેવેલ સ્ટેજ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે 2013માં OYO હોટેલ્સ એન્ડ હોમ્સ તરીકે જાણીતું બન્યું.

OYOનો મતલબ :

રિતેશમાં શરૂઆતથી જ કંઈક અલગ કરવાનો જુસ્સો હતો અને જ્યારે તેને 17 વર્ષની ઉંમરે બિઝનેસ શરૂ કરવાની તક મળી, ત્યારે તેણે તેનું નામ પણ તેના પેશનના આધારે રાખ્યું. ખરેખર OYO નો અર્થ છે – તમારી પોતાની તાકાત પર ‘On Your Own’ રીતેશે ખરેખર આટલી મોટી કંપની પોતાના દમ પર શરૂ કરી છે. આજે આમાં 43 હજારથી વધુ હોટલોનું ગ્રૂપ છે. જ્યાં લોકોને સસ્તા ભાવે રૂમ મળે છે.

આ પણ વાંચો :-