Bike Taxi Service : હવે આ શહેરમાં નહીં મળે બાઈક ટેક્સી, સરકારે Ola, Uber અને Rapido પર લગાવ્યો પ્રતિબંધ

Share this story

Bike Taxi Service: Bike taxis are no longer available

  • જે લોકો ટ્રાફિક જામમાં ફસાયા વિના બાઈક ટેક્સી દ્વારા તેમની મંઝીલ સુધી પહોંચે છે તેઓને હવે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એક મોટા શહેરમાં બાઈક ટેક્સી ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હવે તમે દિલ્હીમાં (Delhi) બાઈક ટેક્સી નહીં મેળવી શકો. દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની (Uber and Rapido) બાઈક સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (Delhi Transport Department) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં બાઈક પર મુસાફરોને લઈ જતા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા પર આરોપી પર ભારે દંડ ફટકારવામાં આવશે સાથે જ તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving license) પણ સસ્પેન્ડ કરવામાં આવશે.

10 હજારનો થશે દંડ :

દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, મોટર વ્હીકલ એક્ટ 1988 હેઠળ, કોઈપણ પ્રકારના ટુ વ્હીલર પર મુસાફરોને લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. જો આમ કરતા જોવા મળે છે. તો તેણે પ્રથમ કિસ્સામાં 5,000 રૂપિયા અને બીજી ઘટનામાં 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો દંડ ન ભરે તો એક વર્ષ સુધીની જેલની સજા થશે અને બાઈક પણ જપ્ત કરવામાં આવશે.

એગ્રીગેટર પર 1 લાખ રૂપિયાનો દંડ :

આ નોટિસ બહાર પાડતા પહેલા કેજરીવાલ સરકારે પરવાનગી વિના બાઈક ટેક્સી ચલાવતા ઓલા, ઉબેર અને રેપિડોને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે બાઈક-સ્કૂટર પર મુસાફરોને લઈ જવું એ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે. જેના માટે એગ્રીગેટર એટલે કે તેને ચલાવતી કંપનીઓ પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે બાઈક-સ્કૂટર ચલાવનાર ડ્રાઈવરનું લાયસન્સ પણ 3 મહિના માટે સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો :-