IPLની સૌથી મોંઘી ખેલાડીનું બેટ ચાલ્યું ધમધોકાર, T-20 વર્લ્ડ કપમાં કર્યો મોટો રેકોર્ડ

Share this story

IPL’s sets record in T-20 World Cup

  • મહિલા ટી20 વર્લ્ડ કપમાં આયરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાના એક મોટો રેકોર્ડ કર્યો હતો.

ભારતીય ટીમની ટોપ ઓર્ડર બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti mandhana) આજકાલ ફૂલ ફોર્મમાં છે. મહિલા આઈપીએલમાં સૌથી મોંઘી કિંમતે વેચાયેલી સ્મૃતિ મંધાનાએ ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં તેનો એક મોટો રેકોર્ડ કર્યો છે.

મંધાનાએ ટી-20 વર્લ્ડકપની આયર્લેન્ડ (Ireland) સામેની મેચમાં તેની ટી20 કરિયરનો સૌથી વધારે 87 રનનો સ્કોર કર્યો હતો જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે. જોકે ટી20 કરિયરમાં પહેલી ઈન્ટરનેશનલ સદી ફટકારવાનું તેનું સપનું અધુરુ રહ્યું હતું.

40 બોલમાં અડધી સદી :

સ્મૃતિ મંધાનાએ 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મંધાનાની આ વર્લ્ડ કપમાં સતત બીજી અડધી સદી. ગત મેચમાં તેણે ઇંગ્લેન્ડ સામે 52 રન બનાવ્યા હતા. સાથે જ આ તેની કારકિર્દીની 22 ટી-20 અડધી સદી પણ છે.

હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ  :

હરમનપ્રીત, રિચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ જેવા મોટા નામો ફ્લોપ રહ્યા હતા. રિચા ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે જેમિમાએ માત્ર 19 રન જ બનાવ્યા હતા.

મંધાના બાદ શફાલી વર્માએ બનાવ્યા 24 રન :

ભારત તરફથી મંધાના ઉપરાંત શફાલી વર્માએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તે જ સમયે પોતાની 150 મી આંતરરાષ્ટ્રીય મેચ રમનારી કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 13 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો :-