ભૂપેન્દ્ર પટેલને ક્યાં વિરોધીઓની જરૂર છે ! ભાજપના નેતાઓએ સરકારની કરી ઉંઘહરામ, આટલાં નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો

Share this story

Where does Bhupendra Patel need opponents

  • અસલી વિપક્ષ તો ભાજપની અંદર જ સત્તાધારી પાર્ટીમાં ઉભો થયો છે. ધીમેધીમે સરકાર આગળ વધી રહી છે, એમ એક પછી એક સભ્યો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે.

ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ (BJP) મદમાં રાચતું હતું. વિરોધ પક્ષને (opposition party) વિપક્ષમાં બેસવા જેટલી સીટો પણ ન મળતાં ભાજપે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું નથી. કોંગ્રેસે ભલે ધમચાકડી મચાવી વિરોધપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું (Amit Chavda) નામ જાહેર કરી દીધું પણ ભાજપ આ પદ આપવાના બિલકુલ મૂડમાં નથી

ધારાસભ્ય કેતન ઈનામદાર ભ્રષ્ટાચાર સામે તંત્રની સામે પડ્યાં :

ભાજપના ચૂંટાયેલા સભ્યો ખુલ્લેઆમ સિસ્ટમની સામે પડી રહ્યાં છે. તેઓ સરકારને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકી રહ્યાં છે. કોંગ્રેસ અને આપ તો મૌની બાબા બની જતાં ભાજપ ખુશ હતું પણ આ તો ઘરકા ભેદી લંકા ઢાયેની જેમ ભાજપના સભ્યો જ સરકારી તંત્ર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવી સરકારના નાકમાં દમ લાવી રહ્યાં છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર (Ketan Enamdar) અધિકારીઓ બરોડા ડેરીના ભ્રષ્ટાચાર સામે તંત્રની સામે પડ્યાં છે. આ અગાઉ તેઓ સરકારને અનેક ધમકીઓ આપી ચૂક્યાં છે.

કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો :

ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પણ સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જેઓ  સ્થાનિક વહીવટી તંત્ર સામે સવાલ ખડા કરી રહ્યાં છે. અગાઉ તેમણે એવો આરોપ મૂક્યો હતો કે અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ૨૫ વર્ષથી કામો થઈ રહ્યાં નથી. એવી જ રીતે થોડાં સમય પહેલાં ઉના બેઠકના ધારાસભ્ય કેસી રાઠોડે તો એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં બુટલેગરો અને જમીન માફિયાઓ તરફથી મને જાનથી મારી નાંખવાની ધમકી મળે છે. આમ ભાજપના નેતાઓ જ ભાજપ માટે મુસિબત ઉભી કરી રહ્યાં છે.

હાર્દિક પટેલનો સરકાર સામે મોરચો :

એક સમયે આંદોલન થકી આનંદીબેનને સત્તામાંથી ઉતારી દેનાર હાર્દિક પટેલે હવે સરકાર સામે મોરચો માંડવાની ચિમકી આપી છે. દેશી કપાસના તોલમાપમાં વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યાં છે. ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે આંદોલન શરૂ કરવાની ચિમકી આપી છે. તેણે પત્ર લખ્યો છે કે દેશી કપાસનો ટેકાના ભાવમાં સમાવેશ કરાયો નથી એટલે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-