અમેરિકામાં સુરતીનો દબદબો : રિપબ્લિકન પાર્ટીના આર્સેટિયા સિટીના જાહેર થઈ શકે છે ઉમેદવાર

Share this story

Surti’s influence in America

  • જ્યાં જયાં વસે ગુજરાત ત્યાં વસે સદાકાળ ગુજરાત એમ નેમ નથી કહેવાતું અને આ કહેવતમાં સૂર પુરાવ્યો છે સવાયા ગુજરાતી એવા મૂળ સુરતના વતની અને હાલમાં લોસએન્જલસ (Los Angeles) ખાતે પોતાનું ઠેકાણુ બનાવનારા યોગી પટેલે (Yogi Patel) કે જે છેલ્લા બે દાયકાથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું સમાજનું અને દેશનું નામ ઉજળુ કરી રહ્યા છે.

અમેરિકામાં (America) રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી (Nikki Haley) રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે ત્યારે ભારતવાસીઓ અને એમાં ખાસ કરીને ગુજરાતીઓ માટે અમેરિકાથી ગૌરવ સમાન સમાચાર આવ્યા છે.

કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટિની હદમાં આવતા આર્સેટિયા સિટી ખાતેથી મૂળ સુરતના વતની એવા યોગી પટેલને રિપબ્લિકન પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. જેની સત્તાવાર જાહેરાત જૂન માસમાં કરાશે.

લોસએન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી વસવાટ કરી રહેલા યોગી પટેલ મૂળ સુરતના છે અને કેમિકલ એન્જીયર પણ તેઓ વિદેશમાં રહીને જ ભણીને બન્યા છે. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે. કોમર્શિયલ બિલ્ડીગ એક્ટિવીટીમાં પણ તેમનું નામ મોટું માનવામાં આવે છે.

હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સિલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજીક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે.

વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે. સતત સેવાભાવના અને મોટા પાયા પર ભારતીય સમુદાય પણ તેમની સાથે સંકળાયેલા હોવાને લઈ તેમના માટે આ જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે. કાઉન્સીલમેન તરીકે અગર તે જીતે છે તો તેમની અંડરમાં ૬ જેટલી સીટીની જવાબદારી આવશે.

No description available.

યોગી પટેલ બિઝનેસમાં જેટલા અગ્રેસર મનાય છે તેટલા જ તે સામાજીક રીતે સન્માન મેળવવામાં પણ આગળ છે. તેમને અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે. આઝાદીના ૭૫માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર ક્રિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો.

સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસએન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને ૭ જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.

જણાવવું રહ્યું કે લોસએન્જલસ કાઉન્ટીની હદમા આવતી સીટીના વિસ્તારોની જવાબદારી તેમને મળી શકે છે. આર્ટેસિયા સીટી ખાતેથી યોગી પટેલ પ્રથમ ગુજરાતી છે કે જેમને રિપબ્લિક પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેની સત્તાવાર જાહેરાત આ જુન મહિનામાં કરવામાં આવશે.

આ પણ વાંચો :-