હવે લડી લેવાંનાં મૂડમાં ! ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ, મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

Share this story

Now in the mood to fight! Another letter bomb of MLA Kumar Kanani

  • સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા સમય પહેલા ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે સુરતમાનો એન્ટ્રી મા ખાનગી બસ ઘૂસે છે તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થાય છે.

શહેરના વરાછા વિધાનસભાના (Varacha Legislative Assembly) ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) વધુ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ST સ્લીપિંગ બસ શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને (Transport Minister Harsh Sanghvi) પત્ર લખ્યો હતો.

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા સમય પહેલા ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે સુરતમાનો એન્ટ્રી મા ખાનગી બસ ઘૂસે છે તેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થાય છે. જેથી સુરતમા ભારે વાહનોનો એન્ટ્રી મા ના ઘૂસે તે માટે પત્ર લખી રજુઆત કરી હતી. જોકે આ પત્રની ઉલટી અસર સૂરતમાં જોવા મળી હતી અને ખાનગી બસ એસોસિએશન દ્વારા સુરતની અંદર બસ લઈ જવાની સાફ મનાઈ ફરમાવી.

એક જ સાથે બધા મુસાફરો ને વાલક પાટિયા ઉતારી દેવાતા ભારે હાલાકી પડી હતી..જેને લઈ કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે અને તે પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો. જેમાં જણાવાયું હતું કે વેકેશન દરમ્યાન ખાનગી બસો ભાડામા મનમાની કરે છે. જેથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમા એસ ટી વિભાગ દ્વારા સ્લીપિંગ કોચ બસ સેવા શરૂ કરવામાં આવે. જેથી કરી અને લોકોએ ખાનગી બસની રાહ ના જોવી પડે અને મન માન્યા ભાડા ના આપવા પડે.

કાનાણીએ મુસાફરોને આપી વણમાગી સલાહ :

આ તરફ કુમાર કાનાણીએ બસ એસોસિએશનના પ્રમુખ પર આરોપ લગાવ્યા કે, મુસાફરોને હેરાન કરવામા આવી રહ્યા છે. કુમાર કાનાણીએ કહ્યું કે, લોકોએ બે-પાંચ વાર ગામડે જવાનું હોય તો થોડું સહન કરવું જોઈએ. બસ એસોસિએશને શહેર બહાર મુસાફરોને ઉતારવા હોય તો ટિકિટના દર ઘટાડવા જોઇએ તેવી માગ કુમાર કાનાણીએ કરી.

કાનાણીએ કહ્યું કે, મેં ફક્ત પોલીસના જાહેરનામાનો અમલ કરવાની રજૂઆત કરી હતી. બસ એસોસિએશનના પ્રમુખને અભિમાન છે. હું કોર્પોરેશનને રજૂઆત કરી BRTS ની વ્યવસ્થા થાય તેવું કરીશ.

કુમાર કાનાણીએ કહ્યું કે, ટ્રાફિક વિભાગનો પરિપત્ર પહેલાથી જ છે. લોકો વર્ષમાં એક કે બે વાર જતા હોય છે. લોકોને ટ્રાફિકની સમસ્યા જોઈએ છે કે છુટકારો. આજે બેઠકનું આયોજન હાથ ધરાશે. મુસાફરો માટે સિટી બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મેં રાત્રિના 10 વાગ્યા બાદ એન્ટ્રી લેવા કહ્યું છે.

આ પણ વાંચો :-