5 years after leaving ‘Taarak Mehta’
- આ દરમિયાન દિશા વાકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.
ટીવીનો સૌથી જાણીતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં (Tarak Mehta Ka Ulta Chashma) સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. આ શોની TRPમાં થોડો ઘટાડો થયો હતો. જે બાદ મેકર્સે આ શોને ફરી એકવાર હિટ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ શોમાં નવા ટપુની એન્ટ્રી બાદ હવે તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે અનેક બદલાવ પછી પણ દિશા વકાણી એટલે કે દયાબેનને લોકો ખૂબ યાદ કરે છે.
દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગભગ 5 વર્ષથી જોવા મળી નથી. પરંતુ ફેન્સ હજુ પણ તેને ભૂલ્યા નથી. દિશાએ આ શોમાં પોતાની અનોખી સ્ટાઈલ અને સેન્સ ઓફ હ્યુમરથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. જો કે શો છોડ્યા બાદ તેણે પાપારાઝીથી પણ પોતાની જાતને પૂરી રીતે દૂર કરી લીધી છે. અભિનેત્રી આ દિવસોમાં પોતાનો તમામ સમય પરિવારને આપી રહી છે.
https://www.instagram.com/reel/Co6MXn3IZyf/?utm_source=ig_embed&ig_rid=86d959bd-26ba-4f59-bb5e-c6d758abb9d6
આ દરમિયાન દિશા વાકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.
આ વાયરલ ક્લિપ મહાશિવરાત્રિ તહેવારની છે. જેમાં દિશા પોતાના પતિ મયુર સાથે શિવલિંગની પૂજા કરતી જોવા મળી રહી છે. આ સાથે જ દિશા વાકાણીના દીકરાની પહેલી ઝલક પણ આ વિડીયોમાં જોવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળમાં જોવા મળે છે. કોઈ મેકઅપ કર્યો નથી અને થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.
આ વિડીયો જોયા બાદ ફેન્સ ફરી એકવાર એક્ટ્રેસને તારક મહેતામાં પરત ફરવાનું કહેતા જોવા મળ્યા હતા. આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘મેમ પ્લીઝ TMKOCમાં પાછા આવી જાવ. અન્ય યુઝરે પણ આવી વિનંતી કરી હતી.
આ પણ વાંચો :-