ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, યુવતીએ કહ્યું- મારા પ્રાઈવેટ પાર્ટને..

Share this story

A serious accusation was made on this brave player

  • Team India : એક બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. ટેસ્ટ મેચ સિરીઝ ચાલુ છે અને બીજી બાજુ ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટર મોટી મુશ્કેલીમાં મૂકાયો છે. યુવતીએ તેના પર પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાનો અને લાફા મારવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) એક ખેલાડી હાલ મોટી સમસ્યામાં મૂકાઈ ગયો હોય તેવું જણાય છે. ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી વિરુદ્ધ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સરે અપરાધિક ફરિયાદ નોંધાવી છે અને ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખેલાડી કોણ હશે તે તમે વિચારતા હશો….

આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ પૃથ્વી શો (Prithvi Show) છે. પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅન્સર સપના ગિલ વચ્ચે ચાલી રહેલો વિવાદ હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે પૃથ્વી શો પર સપના ગિલે ગંભીર આરોપ લગાવ્યા છે.

સપના ગિલે લગાવ્યો ગંભીર આરોપ :

મુંબઈની એક કોર્ટે પૃથ્વી શો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેઝબોલ બેટથી હુમલા કરવાના મામલે સપના ગિલ અને અન્ય ત્રણ આરોપીઓને સોમવારે જામીન આપ્યા હતા. જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે પૃથ્વી શો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સપના ગિલે કેસ દાખલ કર્યા બાદ કહ્યું કે અમે કોઈને માર્યું નથી કે પૈસાની પણ માંગણી કરી નથી. અમારા પર ખોટા આરોપ લગાવવાાં આવ્યા છે.

પૃથ્વી શોની વધી શકે છે મુશ્કેલીઓ :

સપના ગિલે કહ્યું કે મે કોઈ સેલ્ફી માટે કહ્યું નહતું. અમે લોકો મસ્તી કરી રહ્યા હતા તો મારો મિત્ર વીડિયો બનાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ મે જોયું કે તે લોકો મારા મિત્રને મારવા લાગ્યા. મારો મિત્ર પુરાવા દેખાડવા માટે વીડિયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. મે મારા મિત્રને બચાવ્યો. પરંતુ ત્યારબાદ તે લોકો મને બેઝબોલથી પીટવા લાગ્યા. એક કે 2 લોકોએ મને મારી અને મારા પ્રાઈવેટ પાર્ટને પણ સ્પર્શ કર્યો. એટલે સુધી કે  તેમણે મને થપ્પડ પણ માર્યા.

પૃથ્વી શો વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર :

સપના ગિલે પૃથ્વી શો પર છેડછાડનો આરોપ લગાવ્યો છે. પૃથ્વી શો ઉપરાંત આશીષ સુરેન્દ્ર યાદવ, બ્રજેશ અને અન્ય લોકો પર કેસ દાખલ થયો છે. વકીલ અલી કાશિફ દેશમુખના જણાવ્યા મુજબ સપના ગિલે આઈપીસીની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ કેસ દાખલ કર્યો છે.

અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં એક હોટલની બહાર પૃથ્વી શો સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરવાનો મામલો સામે આવ્યો હતો. તેમની કાર પર બેઝબોલના બેટથી હુમલો કરાયો હતો. જો કે સપના ગિલે આ તમામ આરોપો ફગાવ્યા છે.

આ પણ વાંચો :-