HomeSurat Cityસુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

Date:

Related stories

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...
spot_img

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ હવે વધુ ગંભીર બની છે. પોલીસ તપાસમાં ડીંડોલીના વિનોદ સાવલેની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે. સમગ્ર ઘટનામાં આરોપીએ મોઢે રૂમાલ બાંધીને આગ લગાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ કરવા માટે ઘટનાસ્થળથી આશરે સાત કિલોમીટરના વિસ્તારમાં આવેલા એક હજારથી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. લાંબી તપાસ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટના બાદથી વિનોદ સાવલે ફરાર હોવાનું અને તે મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગ લગાવવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ વેપારી સાથેના વિવાદ સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. કોઈ વેપારીએ આરોપીને છૂટો કરાવ્યો હતો કે અન્ય કોઈ વેપારીએ સોપારી આપીને આગ લગાવડાવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ માહિતી એકત્ર કરી રહી છે.

શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગમાં આશરે 16 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. ઘટનામાં વેપારીઓને અંદાજિત 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ગંભીર હતી કે ફાયર વિભાગે આશરે 50 કલાકની સતત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

હવે પોલીસ માટે મુખ્ય પડકાર વિનોદ સાવલેની ધરપકડ કરવાનો છે. તેની ધરપકડ બાદ જ આગ પાછળનું ચોક્કસ કારણ અને અન્ય કોઈની સંડોવણી અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

Subscribe

Latest stories