HomeEntertainmentક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા છોડાવનાર ‘હિટમેન’ રોહિત શર્મા હવે સાવ નવા જ અવતારમાં ચાહકોના દિલ જીતવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જી હા, સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યા બાદ, ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડી હવે નાના પડદા પર એટલે કે ટીવી અને ડિજિટલ સ્ક્રીન પર ‘હોસ્ટ’ તરીકે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે! જો તમે અત્યાર સુધી રોહિત શર્માના માત્ર ક્રિકેટિંગ અંદાજને અને તેમના ગંભીર નિર્ણયોને જ જોયા છે, તો હવે તેમનો રમુજી, મસ્તીખોર અને મનોરંજક પક્ષ જોવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે તેમની આ નવી ઇનિંગ દર્શકો માટે કોઈ સરપ્રાઈઝથી કમ નથી.

રોહિત શર્માનો આ નવો ટેલિવિઝન પ્રોજેક્ટ ‘Family Full House With Rohit Sharma’ આગામી 19 સપ્ટેમ્બર 2026થી દર શનિવાર અને રવિવારે રાત્રે 9:30 વાગે પ્રસારિત થવા જઈ રહ્યો છે. આ તારીખ માત્ર આ શો માટે જ નહીં, પરંતુ ખુદ રોહિત શર્માના જીવન માટે પણ ખૂબ જ વિશેષ છે. વર્ષ 2007માં 19 સપ્ટેમ્બરના રોજ જ તેમણે ભારતીય ટીમ માટે પોતાનું ઐતિહાસિક T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. હવે આ જ લકી તારીખે મનોરંજન જગતમાં તેમની એક નવી સફર શરૂ થઈ રહી છે, જે તેમના પ્રશંસકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે.

આ એક ફેમિલી એન્ટરટેઇનમેન્ટ શો છે, જે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને SonyLIV એપ પર દર શનિવાર અને રવિવારે દર્શકોનું મનોરંજન કરશે. તાજેતરમાં જ રિલીઝ થયેલા શોના વિવિધ પ્રોમોમાં રોહિત શર્મા પોતાના ફેમસ અને વાયરલ થયેલા ‘ગાર્ડન’ વાળા ડાયલોગને રમૂજી અંદાજમાં યાદ કરતા જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ, આ શોમાં માત્ર ક્રિકેટ જગતના જ નહીં, પરંતુ બોલિવૂડ અને ટેલિવિઝન ઉદ્યોગના પણ ઘણા જાણીતા ચહેરાઓ મહેમાન તરીકે હાજરી આપશે. શિખર ધવન, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર, સુનીલ શેટ્ટી, તમન્ના ભાટિયા, કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જેવા દિગ્ગજ સ્ટાર્સ આ શોની રોનક વધારતા જોવા મળશે. સ્પર્ધકો અને સેલિબ્રિટી મહેમાનો વચ્ચે રમાતી મજેદાર ગેમ્સ, પડકારો અને રોહિત શર્માની આગવી બિન્દાસ હોસ્ટિંગ સ્ટાઇલ આ શોને અન્ય રિયાલિટી શો કરતા અલગ પાડશે.

ક્રિકેટની પીચ પર દબાણભરી પરિસ્થિતિમાં અગણિત રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા માટે કેમેરા સામે હોસ્ટિંગની પીચ પર બેટિંગ કરવી કેટલી આસાન રહેશે, તે જોવું ખરેખર રસપ્રદ બની રહેશે. પરંતુ એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે, હિટમેનના આ નવા અવતારને કારણે ક્રિકેટ અને મનોરંજનના ચાહકોનો વીકએન્ડ હવે પહેલા કરતા ઘણો વધુ મજેદાર બનવાનો છે!

Subscribe

Latest stories