HomeEntertainmentઅંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

Date:

Related stories

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...

VIDEO: ભારે કરી! મધ્ય આકાશમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી

લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરોને...
spot_img

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારોની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ પણ ખાસ મહેમાન તરીકે પહોંચી હતી. ટિફનીએ આ પ્રસંગે ભારતીય પરંપરાગત પોશાક પસંદ કર્યો હતો. મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા લહેંગામાં તેમની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના લુકની ચર્ચા થઈ રહી છે.

ટિફની ટ્રમ્પ 14 સપ્ટેમ્બરે અંબાણી પરિવારના ગણેશ ચતુર્થી સમારોહમાં પતિ માઈકલ બૂલોસ સાથે હાજર રહી હતી. આ પ્રસંગે અનેક બોલિવૂડ સ્ટાર્સ અને જાણીતી હસ્તીઓ પણ એન્ટિલિયા ખાતે પહોંચી હતી. અભિનેતા સંજય દત્તે પણ ટિફની અને માઈકલ બૂલોસ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

મનીષ મલ્હોત્રાના લહેંગામાં ટિફની

ગણેશોત્સવ માટે ટિફનીએ પેસ્ટલ લાઇમ-ગ્રીન શેડનો મનીષ મલ્હોત્રા લહેંગો પહેર્યો હતો. લહેંગામાં બારીક એમ્બ્રોઇડરી, પર્લ અને ક્રિસ્ટલ વર્ક તથા ફ્લોરલ ડિઝાઇન જોવા મળી હતી. તેની સાથે તેમણે કોરલ-પિંક ઓર્ગેન્ઝા દુપટ્ટો પહેર્યો હતો. પરંપરાગત જ્વેલરીમાં પર્લ ચોકર, ઇયરિંગ્સ, માંગટીકા અને બંગડીઓથી લુક પૂર્ણ કર્યો હતો.

‘India, with love’ કેપ્શનથી તસવીરો શેર કરી

ટિફનીએ 16 સપ્ટેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ભારત પ્રવાસની કેટલીક તસવીરો શેર કરી હતી. આ પોસ્ટ સાથે તેમણે “India, with love” કેપ્શન લખ્યું હતું. તસવીરોમાં તેમના પતિ માઈકલ બૂલોસ અને માતા માર્લા મેપલ્સ પણ જોવા મળ્યાં હતાં.

માઈકલ બૂલોસ પણ આ પ્રસંગે પરંપરાગત ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. ટિફનીની અંબાણીના ગણેશોત્સવમાં હાજરી અને તેમનો દેશી લુક સોશિયલ મીડિયા પર ખાસ ચર્ચાનો વિષય બન્યો છે.

Subscribe

Latest stories

spot_img