લ્યો બોલો, સુરત એરપોર્ટ પર સોનાના બિસ્કિટનું કોઈ વારસદાર ન મળ્યું, જાણો શું છે ઘટના

Share this story

Lyo Bolo, No Heir of Gold Biscuits Found at Surat Airport

  • રાજ્યમાં અનેક વખત એરપોર્ટ પરથી સોનું પકડવાની ઘટના સામે આવી છે ત્યારે વધુ એક વખત સુરત એરપોર્ટ પરથી સોનું ઝડપાયું છે.

સુરત એરપોર્ટ (Surat Airport) પરથી બિનવારસી સોનાના બિસ્કીટ (Gold Biscuits) મળ્યા છે. જેમાં રૂપિયા 67 લાખના 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી (Luggage trolley) બિનવારસી સોનાના બિસ્કીટ મળ્યા છે. તપાસમાં ઝડપાવાના ડરથી પેસેન્જર ફરાર થયાની આશંકા છે. ત્યારે કસ્ટમ વિભાગે (Customs Department) સોનાનો કબજો લઈ તપાસનો ધામધમાટ શરૂ કર્યો છે.

આ રીતે લાવવામાં આવું હતું સોનું :

સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ બિનવારસી હાલતમાં પડી હોવાની માહિતી કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. એને આધારે એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફ્લિપ કવર અને અન્ય વસ્તુ કસ્ટમ વિભાગે જપ્ત કરી હતી. તપાસ દરમિયાન વિદેશમાં તૈયાર કરવામાં આવેલા 1166 ગ્રામનાં 10 સોનાનાં બિસ્કીટ મળ્યાં હતાં.

પકડાઈ જવાના ડરથી બિસ્કિટ મૂકી થયો ફરાર :

જોકે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરતાં કોઈએ પણ આ ફ્લિપ કવર અને અન્ય વસ્તુ તેની માલિકીની છે તેવો દાવો કર્યો નહોતો. પ્રાથમિક તપાસમાં સોનાનાં બિસ્કીટની બજાર કિંમત 67 લાખ 10 હજાર છે. અગાવ પણ દુબઇ થી આવતા પેસેંજર પાસે અનેક વાર દાણ ચોરીનું સોનુ કસ્ટમ વિભાગએ ઝડપી પાડ્યું છે . ત્યારે હવે તપાસમાં પકડાય જવાના દર થી કોઈ પેસેન્જર બિસ્કિટ મૂકી ને ફરાર થઈ ગયા હોવાની આ શંકા.

આ પણ વાંચો :-