Home Blog Page 1164

Watch Video : ડાન્સ કરતા કરતા જતો રહ્યો જીવ, સબંધીના લગ્નમાં જ સબંધો ચીરીને જતો રહ્યો 19 વર્ષના યુવકનો જીવ 

0

Watch Video

  • Watch Viral Video: 25 ફેબ્રુઆરીની રાત્રે તેલંગનામાં એક 19 વર્ષના યુવકનું ડાન્સ કરતા મૃત્યુ થયું હતું. આ યુવક ડાન્સ કરી રહ્યો હતો કે અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.

હૈદરાબાદથી (Hyderabad) લગભગ 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારદી ગામમાં મહારાષ્ટ્રના (Maharashtra) રહેવાવાળા મોતિમ નામના યુવકનું મૃત્યુ. યુવક પોતાના એક સબંઘીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

મહેમાનો યુવકને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. તબીબોએ જણાવ્યું કે યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હશે. તેલંગનામાં 4 દિવસમાં આ બીજી ઘટના છે. 22 ફેબ્રુઆરીના રોજ પણ હૈદરાબાદના એક જીમમાં કસરત કરતી વખતે 24 વર્ષના એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.

લગ્નમાં ડાન્સ કરતા પટકાયો જમીન પર :

આ વીડિયોમાં જોવા મળતો યુવક નાદેડ જિલ્લાના કિનવટ તહસીલના શિવનીનો રહેવાસી છે. તેની ઉંમર 19 વર્ષ છે. તે હૈદરાબાદ પાસે 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારડી ગામમાં પોતાના સબંધીના લગ્નમાં ગયો હતો.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તે એક તેલુગુ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તે લગ્નના રિસેપ્શનમાં નાચી રહ્યો હતો પરંતુ લગભગ 45 સેકન્ડના વીડિયોમાં 33 સેકન્ડ પછી જોવા મળી છે કે તે ડાન્સ કરતા કરતા અચાનક સત્બ્ધ થઈ જાય છે અને ત્યાંજ ઢળી પડે છે.

Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આ શું બોલી ગયા? PM મોદી પર આપ્યું વિવાદિત નિવેદન

0

Mallikarjun Kharge 

  • Mallikarjun Kharge controversial statement on PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Congress president Mallikarjun Kharge) રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર (Modi Govt) પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

પરંતુ આ દરમિયાન તેઓ પીએમ પદની ગરિમા ભૂલી ગયા અને આપત્તિજનક નિવેદન આપ્યું. મલ્લિકાર્જૂન ખડગેએ ‘તુ તારી’ ની ભાષાનો ઉપયોગ કર્યો. અત્રે જણાવવાનું કે ખડગે કોંગ્રેસના ત્રણ દિવસના 65માં પૂર્ણ અધિવેશનના સમાપન પર છત્તીસગઢના જોરા ગામમાં આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘તારા જેવા અનેક આવ્યા અને ગયા.’ મલ્લિકાર્જૂન ખડગે આટલેથી જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, ’56 ઈંચની છાતીનું શું કરીશું, લોકોને ખાવાનું અને રોજગાર આપો. જો આ (છાતી) એક ઈં પણ ઓછી થઈ જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે, દુબળા થવાથી કોઈ મરતું નથી.’

કેન્દ્ર સરકાર લોકતાંત્રિક નથી -ખડગે

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કેન્દ્રમાં હાલની સરકાર લોકતાંત્રિક નથી. આ સરકાર જનતા માટે કામ કરતી નથી. આ સરકાર ફક્ત પોતાની તાનાશાહી ચલાવે છે. તેમણે દાવો કર્યો કે અમે ત્યાં (સંસદમાં) ગરીબો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓને ઉઠાવવા માટે સ્વતંત્ર નથી. મારું ભાષણ અને રાહુલજીનું ભાષણ  હટાવી દેવાયું. અમે કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ નથી કર્યો. અમે ફક્ત અદાણી વિશે સવાલ પૂછ્યો હતો.

આ પણ વાંચો :-

Jasprit Bumrah : આગામી IPL અને WTC માં પણ નહીં દેખાય બુમરાહ? ખેલાડીઓને આ શું થવા બેઠું છે?

0

Jasprit Bumrah

  • Latest Updates about Jasprit Bumrah : પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

સૂત્રોનું કહેવું છે કે, ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનો ટાર્ગેટ છે કે, બુમરાહ ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ થઈ જાય. જેથી તે ICC ટૂર્નામેન્ટમાં રમીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ભારત માટે છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20માં રમ્યો હતો.

તેને તાજેતરમાં કાંગારું સામેની ત્રણ વનડે શ્રેણીમાં અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ અપડેટ એ છે કે નેશનલ ક્રિકેટ એકેડમી બુમરાહને જલ્દી જ ફિલ્ડ પર લાવવા માટે ઉતાવળ કરવા માગતું નથી અને તે લાંબો સમય રિહેબમાં સ્પેન્ડ કરશે.

પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે. જો કે, હવે તે IPLમાં પણ કમબેક નથી કરવાનો તો તેની ઇન્જરીના સ્ટેટ્સ અને ફાઇનલ રિપોર્ટ્સ અંગે ફેન્સે રાહ જોવી પડશે.

આ પણ વાંચો :-

Viral Video : Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, જેણે જોયો તે થઈ ગયા પાણી પાણી

Viral Video 

  • સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા (Social media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ચર્ચાનો વિષય બની જાય છે. ખાસ કરીને છોકરીઓ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમના ડાન્સ વીડિયો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. છોકરીઓના (Girl) ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા વાર લાગતી નથી. લોકો આ પ્રકારના વીડિયોને ખુબ પસંદ કરતા હોય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. એક સુંદર છોકરીએ પોતાના બેલી ડાન્સથી એટલી ધૂમ મચાવી છે કે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘Mayya Mayya’ પર કર્યો ગજબનો ડાન્સ :

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીએ બોલીવુડ ગીત ‘Mayya Mayya’ પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેનો હોટ બેલી ડાન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તેના મૂવ્સ ખુબ જ ઈમ્પ્રેસિવ છે. બ્લ્યુ બેલી ડાન્સિંગ આઉટફિટમાં યુવતી એકદમ સ્ટનિંગ લાગે છે.

સેન્સુઅસ ડાન્સ વીડિયો હાલ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. વીડિયોને દીપાલી વશિષ્ઠે યુટ્યૂબ પર શેર કર્યો છે. આ વીડિયો યુટ્યૂબ  પર કોહરામ મચાવી રહ્યો છે. બોલ્ડ અને મોહક ડાન્સ મૂવ્સ બધાને દીવાના બનાવી રહ્યા છે અને હજારો વ્યૂઝ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

મોટા સમાચાર ! સંજય સિંહ સહિત 36 AAP નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનો આરોપ, જાણો શું છે મામલો

0

Big news! Delhi Police arrested 36 AAP leaders

  • દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ધરપકડ બાદ સંજય સિંહએ ટ્વીટ કરી કહ્યું કે દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય તેમજ ધારાસભ્ય ઋતુરાજ જાનીની ધરપકડ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહએ (Sanjay Singh) ચૌંકાવનારી ટ્વીટ કરી છે. જેનાથી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય (Gopal Rai) તેમજ ધારાસભ્ય ઋતુરાજ જા, દિનેશ મોહનિયા, રોહિત મેહરૌલિયા તેમજ આદિલ ખાન સહિત કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ :

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના 36થી વધુ નેતાઓ પોલીસે અટકાયત કરી લીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD પ્રભારી દુર્ગેશ પાઠકે દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, દુર્ભાવનાપૂર્ણ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે ઈન્દ્રપુરીના કાઉન્સિલર જ્યોતિ ગૌતમ, વોર્ડ પ્રમુખ અમર ગૌતમ, સુભાષ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેન્દ્ર સેઠિયા, હરી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ લાડિયાને નજરકેદ કરી દીધા છે. તેમણે કહ્યું કે આ સરમુખત્યારશાહી છે.

મનિષ સિસોદીયાની ધરપકડ :

તમને જણાવી દઈએ કે દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ગઈકાલે ધરપકડ થઈ છે. સીબીઆઈએ ગઈકાલે11 કલાકે તેમને પૂછપૂરછ માટે મુખ્યાલય બોલાવ્યાં હતા જ્યાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી જે પછી સાંજના સમયે તેમની ધરપકડ કરી હતી.

સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. સીબીઆઈની સિસોદીયાની આ બીજા રાઉન્ડની પૂછપરછ છે.

આ પણ વાંચો :-

હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ

If you want to avoid heart attack

  • Healthy Food : આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે.

આપણું હૃદય આપણા શરીરનું મહત્વનું અંગ છે. જેવી રીતે આપણી ઉંમર વધે છે તેમ હૃદય (Heart) સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે છે. ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા (Serious problem) થઈ શકે છે.

આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.

હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે આ ચાર વસ્તુઓ :

1. આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખા અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

2. સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાદી હશે પરંતુ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સુધારે છે.

3. સર્ટિફિશ જેમ કે સેલમન અને ટુના હેલ્દી ફેટ રીચ સોર્સ છે. આ ફેટ શરીરને અને ખાસ કરીને હૃદયને સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે.

4. ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલ નો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

આ પણ વાંચો :-

આ તો કળજુગ છે કળિયુગ … સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ

This is Kaljug Kaljug

  • Rape With Deadbody :  બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે, તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે.

Surendranagar news : આજકાલ સમાજમાં માનવામાં ન આવે તેવું બની રહ્યું છે. સંબંધો ખાલી નામના રહ્યાં છે. પરંતુ લોકો તેમાં હદ વટાવી રહ્યાં છે. લોકોના મગજ પર વિકૃતિ સવાર થઈ રહી છે. આવામાં સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યાં છે.

ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક એવી ઘટના બની છે જે માનવામાં ન આવે. આ વાંચીને તમારું મગજ ચકરાઈ જશે કે સુરેન્દ્રનગરમાં દોઢ વર્ષની દફનાવેલી બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આ જાણીને માતાપિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં 25 ફેબ્રુઆરીના રોજ એક દોઢ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતુ. પરિવારે જણાવ્યું કે, તેમની બાળકીને હૃદયમાં કાણું હોવાથી તે જીવી શકી ન હતી, અને મોતને ભેટી હતી. જેના બાદ તેના દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવાર સમસમી ગયો હતો. આ બાબતે તેઓએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

બાળકીના મૃતદેહની તપાસ કરતા જે જાણવા મળ્યું તે કાળજુ કંપાવનારું હતું. કારણ કે તબીબોએ જણાવ્યું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. આખરે કોણે દફનાવેલી બાળકી સાથે આવું કૃત્ય કર્યું. આ સમાચારથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો :-

તારીખ 27 ફેબ્રુઆરી, સોમવાર – આજે કેવો રહેશે તમારો દિવસ? વાંચો આજનું રાશિફળ

Date February 27, Monday Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા

વૃષભ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ કેમીકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્ની સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુન
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ બને. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારૂં રહે.

કર્ક
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. વાહન સુખ મિલકત સુખમાં વૃદ્ધિ નાણાંકીય વ્યવહારોમાં લાભ.

સિંહ
નોકરીમાં શાંતી તથા ધંધામાં પ્રગતી થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પુરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ-આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યા
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલા
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઇ શકાય. ખોટું લાગે અેવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પટેલની તકલીફ રહે.

વૃશ્ચિક
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત

ધન
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઇ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યસિ‌િદ્ધ શક્ય બને.

મકર
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યનાં નાણાંકીય નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવું. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીન
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન છે. નાના યાત્રા-પ્રવાસ વૈવાવિહક બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ. વૈવાહિક જીવનમાં આનંદ-સાંધાના દુઃખાવાથી સાચવવું

આ પણ વાંચો :-

ખુબ જ સુંદર છે ધ ગ્રેટ ખલીની પત્ની, ફોટો જોઈને આંખો થઈ જશે ચાર

0

The Great Khali’s wife is very beautiful

  • The Great Khali Wife : ખલીના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ખલી પણ પરિણીત છે. ખલીની પત્ની સુંદરતાના મામલે બોલિવૂડની સૌથી મોટી સુંદરીઓને પણ પાછળ છોડે તેટલી સુંદર છે.

The Great Khali Wife : કુસ્તીની દુનિયામાં ‘ધ ગ્રેટ ખલી‘નું (Great Khali) નામ સૌથી પહેલા લેવામાં આવે છે. મેદાનમાં ખલીએ અંડરટેકર, રોમન રેન્સ, જોન સીના અને બટિસ્ટા જેવા વિદેશના મોટા રેસ્ટર્લ્સને હરાવ્યા છે. ખલીના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ખલી પણ પરિણીત છે.

ખલીની પત્ની સુંદરતાના મામલે બોલિવૂડની સૌથી મોટી સુંદરીઓને પણ પાછળ છોડે તેટલી સુંદર છે. ખલીની પત્નીનું નામ હરમિંદર કૌર છે અને તેણે દિલ્લી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જોકે ખલી અને હરમિંદર કૌરની ઊંચાઈમાં ઘણો ફેર છે. પરંતુ આ કપલ વચ્ચે ઘણો પ્રેમ છે.

આવી રીતે થઈ હતી મુલાકાત :

ખલી અને તેની પત્નીની પહેલી મુલાકાત પરિવારના સભ્યોએ ગોઠવી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત વધવા લાગી અને આ વાતચીત બાદમાં પ્રેમમાં થયો. તમને જણાવી દઈએ કે રેસલિંગના બાદશાહ ખલીના લગ્ન 27 ફેબ્રુઆરી 2002ના રોજ થયા હતા. ખલી તેની સફળતાનો તમામ શ્રેય તેની પત્ની હમિંદર કૌરને આપે છે.

ખલીની એક નાની પુત્રી પણ છે જેનો જન્મ વર્ષ 2014માં થયો હતો. હરવિંદર કૌર અને ખલીની પુત્રીનું નામ અવલીન રાણા છે જે લગ્નના 12 વર્ષ બાદ જન્મી હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખલીએ કહ્યું કે તે તેની પત્ની સાથે ખૂબ જ રોમેન્ટિક છે અને ઘણીવાર તેને સરપ્રાઈઝ આપે છે.

વર્લ્ડ હેવીવેઈટ ટાઈટલ જીત્યું :

તમને જાણીને નવાઈ લાગશે કે ખલી WWEમાં વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનનો ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય ફાઈટર છે. ખલીની પત્ની હરમિંદર કૌર જલંધરના નૂરમહાલની રહેવાસી છે. નોંધપાત્ર રીતે, ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે અને વર્ષ 2006માં WWEમાં આવ્યા ત્યારથી ભારતમાં તેમના વ્યક્તિત્વ વિશે ચર્ચા શરૂ થઈ હતી.

આ પણ વાંચો :-

દોમ દોમ સાહ્યબી હતી, સત્તા જતા આજે સુરક્ષા પણ જશે, આ પૂર્વ નેતાઓની સુરક્ષા પાછી લેવા આદેશ છૂટ્યો

0

Dom Dom was a supporter

  • Gujarat Leader Security : ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ… ઋત્વિજ પટેલ, સૌરભ પટેલ સહિત જુઓ કોના કોના નામ

Gujarat Politics Big News : ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ હવે કોમનમેન બની ગયા છે. સરકારે સત્તા જતાં સુરક્ષા (Security) પણ પાછી ખેંચી લીધી છે. પટેલ સરકારના 14 પૂર્વ અને રૂપાણીના 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. હવેથી આ નેતાઓને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે.

આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, એસઆરપીએફમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે.

તાજેતરમા જ ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવા નિર્ણય કર્યો હતો. જેનો અમલ કરાયો છે.

કયા પૂર્વ મંત્રીની સુરક્ષા પાછી ખેંચાઈ :

રાજેન્દ્ર ત્રિમવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયા

રૂપાણીની સુરક્ષા યથાવત :

પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290 માંથી 96 ની સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-