KYC અપડેટ કરાવવું પડશેનો મેસેજ આવ્યો, લિંક ઓપન કરતા જ એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

Share this story

Got a message that KYC has to be updated

  • અમદાવાદના વેપારી KYC અપડેટ કરવાના બહાને છેતરાયા છે. મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા રૂપિયા 91 હજાર ઉપડી ગયા હતા. આ મામલે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવે લોકો કેશલેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને (Cashless and online transactions) વધુ મહત્ત્વ આપી રહ્યાં છે. બીજી તરફ, સક્રિય થયેલા સાયબર-ગઠિયાઓ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) કરી રહ્યા છે. આ સાયબર-ગઠિયાઓ સામે પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. હાલ દેશભરની પોલીસ માટે સાયબર ફ્રોડને (Cyber fraud) અટકાવવો સૌથી મોટો પડકાર છે. આ જ કારણથી દેશભરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકોની શરૂઆત કરવામાં આવી છે.

પરંતુ તેને કારણે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. તેને બદલે આ પ્રકારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદથી વધુ એક સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના વેપારી સાથે KYC અપડેટના નામે છેતરપિંડી થઈ છે. જેની ફરિયાદ તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડી :

અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતા અને સ્ટીલ રિમેલ્ટિંગનો વેપાર કરતા રમનભાઈ પોદારના ફોનમાં ગત 30મી ડિસેમ્બરે મેસેજ આવ્યો હતો. જેમાં લખેલું હતું કે, તમારે તમારે બેંક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવું પડશે. આ સાથે જ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી. જેથી રમનભાઈએ એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરવા આ લિંક ઓપન કરીને તેમાં આઈડી અને પાસવર્ડ નાખ્યો હતો.

ઓટીપી નાખતા જ કપાઈ ગયા રૂ.91 હજાર :

જે બાદ વેપારીએ OTP પણ નાખ્યો હતો. જે બાદ રમનભાઈના આ બેંકના એકાઉન્ટમાંથી પહેલા રૂ. 49 હજાર બાદમાં બીજા બેંકના એકાઉન્ટમાંથી રૂ.30 હજાર, રૂ. 7 હજાર અને રૂ. 5 હજાર મળીને રૂ. 91 હજાર કપાઈ ગયા હતા.

બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા વેપારી :

જેથી રમનભાઈને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓ બોપલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર હકીકત જણાવી હતી અને ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો :-