Be ready to bake in the scorching heat
- રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
ગુજરાતમાં (Gujarat) હજુ પણ વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ બપોરે આકરી ગરમી પડવા લાગે છે. રાજ્યમાં આગામી સમયમાં ગરમી વધારે આકરી બનવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે (Meteorological department) મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 2 ડિગ્રી તાપમાન વધાવાની સંભાવના છે.
તાપમાનનો પારો 35થી 37 ડિગ્રીએ પહોંચવાની શક્યતા :
હવામાન વિભાગે ગરમી આકરી પડવાની આગાહી કરતા કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાતા આગામી દિવસોમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો 35થી 37 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. જોકે, આગામી 48 કલાક બાદ ફરી 2થી 3 ડિગ્રી વધી જશે.
ઉતર ગુજરાતમાં વધી શકે છે તાપમાનનો પારો :
રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન વધવાની આગાહી કરાઈ છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન પણ 17 ડિગ્રીએ પહોચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં તાપમાનનો પારો વધી શકે છે.
કાળઝાર ગરમી બધા રેકોર્ડ તોડશે :
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં આ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડશે. હવામાન વિભાગે જાહેર કરેલા સ્પેશિયલ એલર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં આવશે.
આ પણ વાંચો :-