પતિ પ્રમોશન અને રૂપિયા માટે પત્નીને BOSS અને મિત્રો સાથે સૂવા દબાણ કરતો, ચોંકાવનારો છે કિસ્સો

Share this story

Shocking case of husband forcing

  • Trending News : મહિલાના લગ્ન પૂણેના રહેવાસી અમિત છાબરા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી અમિત કેટલાક ખોટા મિત્રોના સંપર્કમાં આવ્યો અને તેની પત્નીને બોસ અને મિત્રો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જેના કારણે તેને પ્રમોશન અને વધુ પૈસાનો લાભ મળી શકે.

Indore Wife Swapping : ખરેખર આ કિસ્સો વાંચશો તો તમને સમજાશે કે દુનિયા કઈ બાજુમાં જઈ રહી છે. હવે અબજોપતિઓમાં આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય બની ગયા છે પણ આજે પણ કોમનમેન (Commonman) આ બાબતને પાપ સમજે છે. ઘરની પત્ની એ ઘરની આબરૂ કહેવાય છે અને આ લક્ષ્મી પર દાગ લાગે એ કોઈ પણ પરિવાર ઇચ્છતો નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેની વિગતો જાણીને તમે પણ ચોંકી જશો. ઈન્દોરથી એક વાઈફ સ્વેપિંગનો (Wife Swapping) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

એક પરિણીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પતિ પૈસાદાર બનવા અને પ્રમોશન માટે તેના બોસ અને મિત્રો સાથે સૂવાનું દબાણ કરી રહ્યો છે. તેમજ તેનો દિયર તેના 12 વર્ષના પુત્રની સામે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો પણ પરિવારમાં તમામે ચૂપકીદી સાધી લીધી હતી. આ મામલે કંટાળીને આખરે પરિણીતાએ કોર્ટનો સહારો લીધો છે. જેને પગલે આ કિસ્સો સામે આવ્યો છે.

ઈન્દોરની એક મહિલાએ તેના પતિ પર પત્નીની અદલાબદલીનો ગંભીર આરોપ લગાવતી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને જિલ્લા કોર્ટે સ્વીકારી છે અને હવે પોલીસ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. પીડિતાએ જણાવ્યું છે કે તેનો પતિ આર્થિક રીતે સદ્ધર થવા માટે માટે તેના પર મિત્રો અને અન્ય લોકો સાથે સંબંધ બાંધવાનું દબાણ કરતો હતો.

મહિલાના લગ્ન પૂણેના રહેવાસી અમિત છાબરા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી અમિત કેટલાક ખોટા મિત્રોના સંપર્કમાં આવ્યો અને તેની પત્નીને બોસ અને મિત્રો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જેના કારણે તેને પ્રમોશન અને વધુ પૈસાનો લાભ મળી શકે. આ ઉપરાંત તેનો દિયર રાજ પણ પતિ જેવું વર્તન કરતો હતો. ભાભીને ખરાબ ઈરાદાથી સ્પર્શ કરવા લાગ્યો હતો. જેના કારણે તે માનસિક રીતે પરેશાન થવા લાગી હતી.

પીડિતાનો આરોપ છે કે તેના દિયર રાજે તેની 12 વર્ષની પુત્રીની સામે ઘણી વખત અશ્લીલ હરકતો કરી હતી અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે પીડિતાએ આનો વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારવામાં આવ્યો. તેનાથી પરેશાન થઈને તેણે એકવાર પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેના સાસરિયાંઓએ તેને અલગ-અલગ રીતે ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું હતું.

12 ઓગસ્ટ 2022ના રોજ તે ઈન્દોર પહોંચી અને શાંતિથી રહેવા લાગી હતી. માતા-પિતા દ્વારા ઘણી વખત પૂછવા પર તેણીએ આ બાબતનો ખુલાસો કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઈન્દોર પોલીસે મહિલાના પતિ અમિતને પુણેથી ઈન્દોર બોલાવીને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને ફરીથી આવી ભૂલ ન કરવા જણાવ્યું હતું.

પતિ અમિતે પોલીસ સમક્ષ લેખિત વચન આપ્યું હતું કે તે તેની પત્નીને કોઈપણ રીતે હેરાન કરશે નહીં. પરંતુ થોડા દિવસો બાદ પતિ અને સાસરિયાઓનો અત્યાચાર શરૂ થયો હતો. આ પછી પીડિતાએ ઈન્દોરની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો. જે બાદ કોર્ટે મહિલા બાળ વિકાસ અધિકારી દ્વારા આ કેસની તપાસ કરાવી હતી. આ રિપોર્ટ બાદ પતિ, વહુ અને સાસુ વિરુદ્ધ કલમ 12નો ગંભીર કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-