ઈન્દોરમાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાયેલા પ્રિન્સિપાલે ભર્યા આખરી શ્વાસ, પુત્રી- પતિએ મુખાઅગ્નિ આપતા સર્જાયા કરુણ દ્રશ્યો સર્જાયા

Share this story

Principal who was burnt in petrol took

  • ઈન્દોરમાં પેટ્રોલથી સળગાવવામાં આવેલા પ્રિન્સિપાલની લાંબી સારવાર કારગત ન નિવડતા આજે પ્રિન્સીપાલનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

ઈન્દોરમાં (Indore) પેટ્રોલ છાંટીને (Petrol splashed) સળગાવી દેવામાં આવેલ એમબી ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ વીમુકતા શર્માનું શનિવારે સવા ચાર વાગ્યે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં બાદ તેના ઘરે આનંદ નગર લઈ જવાયો હતો.

જ્યાં પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ તેમજ બહારથી આવેલા લોકોએ રિજનલ પાર્ક મુક્તિધામ ખાતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દરમિયાન પુત્રી વેદાંશી અને પતિ મનોજ શર્મા દ્વારા મુખાઅગ્નિ આપવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

આશુતોષ માર્કશીટ ન મળવાના કારણે હતો નારાજ :

ઈન્દોરની આ ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે. જેમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને પેટ્રોલ રેડીને સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પ્રિન્સિપાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે આરોપી વિદ્યાર્થીને ઝડપી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો BM ફાર્મસી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી આશુતોષ પોતાને માર્કશીટ ન મળવાના કારણે નારાજ હતો.

તેથી તેમને કોલેજના પ્રિન્સિપાલ ડો.વિમુકતા શર્મા સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન પેટ્રોલ ભરેલી ડોલ પ્રિન્સીપાલ રેડી દીધી હતી. અને ત્યાર બાદ આરોપી વિદ્યાર્થીએ લાઈટર વડે પ્રિન્સિપાલને આગ ચાંપી દીધી હતી. ઘટના ઘટનાની સાથે જ પ્રિન્સિપાલને સારવાર માટે ચોઈથરામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વિમુકતા શર્માનું સારવાર દરમિયાન નિધન :

પ્રિન્સિપાલ ડો. વિમુકતા શર્માનું સારવાર દરમિયાન સવારે 3.45 વાગે મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ છેલ્લા પાંચ દિવસથી ચોઈથરામ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના સામે આવતાની સાથે જ પોલીસે તાપસ હાથ ધરી દરમિયાન કેટલાક સાક્ષીઓ પણ મળ્યા હતા.

આગની ઘટનાને લાઇ પોલીસે ચાર સાક્ષીના નિવેદન લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન આરોપીએ જે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ઠાલવ્યું હતું એ પમ્પના માલિકનું નિવેદન લેવામાં આવ્યુ હતું. હાલ તો પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-