The government will give a voucher
- Gujarat Budget 2023 : ગુજરાત સરકાર ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા માગે છે. ધોરણ 7 સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 8માં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ માટે જતા નથી. એના કારણોમાં એક કારણ ફીનું ધોરણ પણ છે તેથી સરકારે આ જાહેરાત કરી છે.
Budget Big Announcement : ગુજરાતના શિક્ષણ વિભાગ (Department of Education) માટે રાજ્યના નાણામંત્રીએ સૌથી વધુ ૪૩૬૫૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. મહત્વની યોજના એવી છે કે આરટીઈ હેઠળ અભ્યાસ કર્યો છે તેવા ધોરણ-૮ના વિદ્યાર્થીને ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે ૨૦ હજારનું શાળા વાઉચર અપાશે. સરકાર ડિજિટલ લર્નિંગને (Digital Learning) પ્રોત્સાહન આપવા ૪૦૧ કરોડ ખર્ચ કરશે.
શોધ અને સંશોધન ક્ષેત્રની શિષ્યવૃત્તિ યોજના (Scholarship Scheme) માટે ૩૯૦ કરોડની ફાળવણી કરાશે. ગુજરાત સરકાર ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા માગે છે. ધોરણ 7 સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 8માં ખાનગી સ્કૂલોમાં અભ્યાસ માટે જતા નથી.
એના કારણોમાં એક કારણ ફીનું ધોરણ પણ છે. ખાનગી સ્કૂલોમાં ઉંચા ફીના ધોરણોને કારણે બાળકો ધોરણ 7 ભણ્યા બાદ ધોરણ 8મું ભણવાનું ટાળે છે. આ આંકડો ઉંચકાઈ રહ્યો છે. જેને લીધે સરકારે 20 હજારના વાઉચરની જાહેરાત કરી છે.
સરકારે શિક્ષણ માટે બજેટમાં કરી આ જોગવાઈ :
૧. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ માળખાકીય સુવિધા માટે ૩૧૦૯ કરોડ.
૨. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે ૬૪ કરોડ.
૩. સરકારી સ્કૂલોની માળખાકીય સુવિધા માટે ૧૦૯ કરોડ.
4. મોટી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની વહીવટી કામગીરી ઓછી કરવા શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા ૮૭ કરોડ.
૫. RTE યોજનામાં ધોરણ-૮ પછી ખાનગી સ્કૂલમાં ભણવા વિદ્યાર્થીને ૨૦ હજારનું વાઉચર આપવાની યોજનામાં ૫૦ કરોડ ખર્ચાશે.
૬. સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક તેમજ માધ્યમિક- ઉચ્ચતર સ્કૂલના શિક્ષકોને કેશલેસ સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ અપાશે.
૭. ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને શોધ શિષ્યવૃત્તિ માટે ૩૯૦ કરોડ ૮. ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઈનોવેશનને પ્રાધાન્ય આપવા ડિજિટલ લર્નિંગ માટે ૪૦૧ કરોડ.
૯. નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થા શરૂ કરવા તેમજ હયાત સંસ્થાને સુવિધા આપવા ૧૫૦ કરોડ.
૧૦. સ્ટાર્ટઅપ સહિતની સર્જનાત્મક પ્રવૃત્તિ માટે આઈ હબ પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ માટે ૭૦ કરોડ.
૧૧. રાજ્યની સરકારી યુનિવર્સિટીની સુવિધા માટે ૬૪ કરોડ.
૧૨. ઇમર્જીંગ ટેકનોલોજી ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે ૪૦ કરોડ.
૧૩. ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ લોકો તરફથી કોલેજ-યુનિવર્સિટીમાં સુવિધા ઉભી કરવા ૩૫ કરોડ.
૧૪. સાયબર ક્રાઇમ અને ફ્રોડથી યુવાનોને બચાવવા કોલેજોમાં કવચ કેન્દ્રની સ્થાપના માટે ૬ જા કરોડ.
૧૫. નબળાં વર્ગોના વિદ્યાર્થીઓને કરી ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા ૫ કરોડ.
સરકારે આ બજેટમાં સૌથી વધુ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. શિક્ષણ વિભાગ માટે ૪૩૬૫૧ કરોડનું બજેટ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં શોધ યોજના હેઠળ વિદ્યાર્થીઓ માટે ૩૯૦ કરોડની ફાળવણી કરી છે.
આ પણ વાંચો :-