Who is Ajay Banga, an American citizen
- Know about Ajay Banga : અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે.
વ્હાઈટ હાઉસે (The White House) ગુરુવારે 23મી ફેબ્રુઆરીએ જાણકારી આપી કે રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા માસ્ટરકાર્ડના પૂર્વ CEO અજય બંગાને (Ajay Banga) વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું કે- ભારતીય-અમેરિકી બિઝનેસ લીડર વૈશ્વિક સંસ્થાનું (A global organization of Indian-American business leaders) નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. ઈતિહાસમાં આ વિશેષ રીતે મહત્વપૂર્ણ ક્ષણ છે. વિશ્વ બેંકના અધ્યક્ષ પરંપરાગત રીતે અમેરિકા (America) દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ હોય છે. વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ મલાપસ (David Malapus) ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે.
કોણ છે અજય બંગા ?
અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે. તેમના પિતા હરભજનસિંહ બંગા એક ભારતીય સેનામાં લેફટનન્ટ જનરલ હતા. તેમના પત્નીનું નામ ઋતુ બંગા છે. તેમના ભાઈ એમએસ બંગા યુનિલીવર કંપનીમાં મોટા પદ પર છે.
અજય બંગાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ (ઈકોનોમિક્સ) કર્યું છે. આ ઉપરાંત તેમણે IIM અમદાવાદથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ ઈક્વિટી ફર્મ જનરલ એન્ટલાન્ટિકમાં વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. આ પહેલાં તેઓ અમેરિકાની સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય રહી ચુક્યા છે.
તેઓ ક્રેડિટ કંપની માસ્ટરકાર્ડના CEO પણ હતા. તેઓ યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના ચીફ પણ રહી ચુક્યા છે. આ કંપની ભારતમાં રોકાણ કરતી 300થી વધુ સૌથી મોટી ઈન્ટરનેશન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
બંગા વર્તમાન સમયમાં ખાનગી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટીક (General Atlantic)ના વાઈસ ચેરમેન (Vice Chairman) છે, તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે, તેમણે માસ્ટરકાર્ડ અને અમેરિકન રેડ ક્રોસ (American Red Cross), ક્રાફ્ટ ફૂડ્સ (Kraft Foods) તથા ડોવ ઈંકના બોર્ડમાં વિવિધ ભૂમિકામાં કામ કર્યું છે. તેઓ ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે કે જેમણે વિશ્વ બેંકમાં મહત્વની ભૂમિકા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
ઓબામાના ફેવરિટ છે બંગા :
ભારત સરકારે 2016માં બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. અમેરિકામાં પોતાનો બિઝનેસ સ્થાપિત કરનાર બંગા ત્યાં સરકારના પણ પસંદગીના ઉદ્યોગપતિ બની ગયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ તેમણે પસંદ કરતા હતા. ઓબામાએ પોતાના કાર્યકાળમાં બંગાને સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય બનાવ્યા હતા. વર્ષ 2015માં તેમણે ઓબામાની સલાહકાર સમિતિમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-