DGP IN ACTION : ઈન્ચાર્જ DGPનો વિકાસ સહાય સપાટો, PI સહીત PSIને કર્યા સસ્પેન્ડ

Share this story

DGP IN ACTION : In-charge DGP’s

  • ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી છે.

રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે (Incharge DGP Vikas Sahay) એક જ દિવસમાં બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. ગુજરાતમાં દારૂ-જુગાર (Alcohol and gambling), કેમિકલ ચોરી, ગેરકાયદે ખનન, ગેસ ચોરી સહિતના અનેક અપરાધો આચરતી ટોળકીઓ સક્રિય છે અને મોટાભાગની ગેંગને પોલીસના આર્શીવાદ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ (illegal activity) ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી છે. પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાની કાર્યરિતીના કારણે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માઝા મૂકી હતી.

ગેસ ચોરીમાં દાહોદ LCB PI સસ્પેન્ડ :

હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) અને ઈન્ડિયન ઓઈલ (Indian Oil) ના ટેન્કરોમાંથી ગેસ ચોરી કરવાના રેકેટનો સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. 80 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા પંકડ ભરવાડ સહિતના ચાર આરોપીઓના કબજે લેવાયેલા મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. દાહોદ પોલીસની પરવાનગીથી ગેસ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાના પૂરાવાઓ SMC ને હાથ લાગ્યા હતા.

આ મામલે SMC એ ઈન્ચાર્જ ડીજીપી સહાયને રિપોર્ટ કરી સમગ્ર હકિકતથી વાકેફ કર્યા હતા. જેના પગલે દાહોદ એલસીબી પીઆઈ આર. સી. કાનમીયા (Dahod LCB PI R C Kanamiya) ને ગઈકાલે સસ્પેન્ડ (Suspend) કરી દેવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત દાહોદ એસઓજી (Dahod SOG) ના ASI નવઘણને સસ્પેન્ડ કરવા જિલ્લા પોલીસ વડા (Dahod SP) ને આદેશ કર્યો છે.

કચ્છના દારૂ કેસમાં PI PSI સસ્પેન્ડ :

સ્ટેટ મોનિટરિંગ સેલે એકાદ સપ્તાહ પહેલાં ભચાઉ જીઆઈડીસી (Bhachau GIDC) ના બંધ ગોડાઉનમાંથી કુખ્યાત બુટલેગર મામાનો 50.66 લાખનો વિદેશી દારૂ પકડ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સ્થાનિક પોલીસની મહેરબાની છતી થઈ ગઈ હતી. લિસ્ટેડ બુટલેગર કચ્છ જિલ્લા પોલીસની રહેમનજર હેઠળ વિદેશી દારૂનો વેપલો કરતો હોવાનો રિપોર્ટ થતાં વિકાસ સહાયે ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝેડ. એન. ઘાસુરા (PI Z N Ghasura) અને પીએસઆઈ કે. એન. સોલંકી (PSI K N Solanki) ને ફરજ મોકૂફ કરી દેવા હુકમ કરી દીધો હતો.

આ પણ વાંચો :-