HomeAstrology23 ફેબ્રુઆરી 2023 રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના લોકોની તમામમાં...

23 ફેબ્રુઆરી 2023 રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના લોકોની તમામમાં ઇચ્છાઓ થશે પૂરી -જાણો તમારું રાશિફળ

Date:

Related stories

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...
spot_img

23 February 2023 Horoscope

મેષઃ
માનસિક આનંદ જળવાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. જવાબદારી વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. નસ ખેંચાઇ જવી, સ્નાયુના દુઃખાવાથીની કાળજી રાખવી

વૃષભઃ
માનસિક ઉચાટ રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ધારેલી આવક અટકતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે, નોકરી-ધંધામાં શાંતીનું વાતાવરણ રહેતું જણાય.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનું વાતાવરણ રહેશે. પરિવારમાં શાંતી અને સંપ જળવાશે. નોકરી, ધંધામાં અનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય. આર્થિક લાભ મેળવવો શક્ય બને. પત્નીની તબિયત નરમ ગરમ રહે.

કર્કઃ
માનસિક ઉચાટ અનુભવાય. છતાં પૈસાની આવક આવતી અનુભવી શકાય. માતૃસુખ સારૂ મળે. સત્તા, હોદ્દો, માન વધતા જણાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. ગેસ, એસીડિટી જેવી પેટની તકલીફો રહે.

સિંહઃ
મિજાજ થોડો ગરમ રહે. સ્પષ્ટ વક્તા બનવાને કારણે લોકોમાં અપ્રિય થ વાય આથી મગજ શાંત રાખવું. સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કન્યાઃ
દિવસની શરૂઆત ખુશખુશાલ રીતે થાય. મનમાં તથા પરિવારમાં સુખ, શાંતી રહે. સંતાનો તરફથી આનંદનો અનુભવ થાય. નવી વાત વાંચવા કે જાણવા મળે. પડવા-વાગવાથી સાવધાની જરૂરી.

તુલાઃ
મોજશોખની વસ્તુઓની ખરીદી શક્ય બને. નવી વસ્તુઓનો ઉપભોગ કરી શકાય. કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. પેટ છાતીની તકલીફથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આર્થિક લાભના યોગ બને. પરિવારમાં થોડો અજંપો રહે. વિલંબે કાર્ય સફળતા મળતી જણાય છે. સંતાન તરફથી આનંદ, ભાગ્ય મજબૂત બનતું જણાય છે.

ધનઃ
દિવસની શરૂઆત ખૂબ સુંદર રીતે થાય. મન ચંચળ રહે. પૈસાની આવક આવતી જણાય. નોકરી-ધંધામાં પણ નિર્ણયો સફળ થતા જણાય. જીવનસાથી સાથે પ્રેમ અનુભવાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને.

મકરઃ
માનસિક રીતે મુંઝવણ વધતી જણાય. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આકસ્મિક ખર્ચ ઉદભવતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગની તબિયત સાચવવી. દામ્પત્ય સુખમાં આનંદની વૃદ્ધિ થતી જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન ખૂબજ શક્તિનો અનુભવ કરી શકશો. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો થતો જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો થતો જણાય. લક્ષ્મીનું સુખ સારૂ મળે. મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. પત્નીના સ્વભાવમાં ઉગ્રતા જણાય.

મીનઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. નિર્ણય લેવામાં મન દ્વિધા અનુભવે. નાના ભાઇ બહેનો સાથે મતભેદની શક્યતા. જમીન-મકાન અંગેના નિર્ણયો લેવાનું ટાળવું. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img