હાર્ટ એટેકથી બચવું હોય તો આ 4 સુપરફુડનું શરુ કરો સેવન, નહીં થાય હાર્ટ પ્રોબ્લેમ

Share this story

If you want to avoid heart attack

  • Healthy Food : આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે.

આપણું હૃદય આપણા શરીરનું મહત્વનું અંગ છે. જેવી રીતે આપણી ઉંમર વધે છે તેમ હૃદય (Heart) સહિતના મહત્વના અંગોની સંભાળ વધુ રાખવી પડે છે. કારણ કે ઉંમર વધવાની સાથે આ બધા અંગ પણ નબળા પડવા લાગે છે. ખાસ કરીને જો હાર્ટ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો નાની ઉંમરમાં હૃદય સંબંધિત ગંભીર સમસ્યા (Serious problem) થઈ શકે છે.

આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં જો તમારે હાર્ટ અને હેલ્ધી રાખવું હોય તો તમે કેટલાક સુપરફૂડનું સેવન કરી શકો છો. ચાર વસ્તુઓ એવી છે જેને ખાવાથી આપણા શરીરને ખાસ કરીને હૃદયને ખૂબ જ ફાયદો થાય છે. આ ચાર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો 40 ની ઉંમર પછી હાર્ટ ડીસીઝ થતા નથી.

હૃદયના સ્વાસ્થ્યને સારું રાખે છે આ ચાર વસ્તુઓ :

1. આખા અનાજ આપણા શરીર અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો હૃદય રોગનું જોખમ વધારે છે. તેના બદલે આખા અનાજ ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.

2. સામાન્ય રીતે ચોકલેટ તો તમે પણ ખાદી હશે પરંતુ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને તે આપણા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોથી હૃદયને સુરક્ષિત રાખે છે. ડાર્ક ચોકલેટ માં એવા ખનીજ હોય છે જે હાર્ટ ફંક્શનને સુધારે છે.

3. સર્ટિફિશ જેમ કે સેલમન અને ટુના હેલ્દી ફેટ રીચ સોર્સ છે. આ ફેટ શરીરને અને ખાસ કરીને હૃદયને સારી રીતે કામ કરવા માટે મદદ કરે છે.

4. ઓલિવ ઓઈલ પણ હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. અન્ય કુકિંગ ઓઇલ કોરનરી ડીસીઝને વધારવાનું જોખમ વધારે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને ઘટાડે છે. જો તમે ભોજનમાં ઓલીવ ઓઇલ નો ઉપયોગ કરો છો તો હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

આ પણ વાંચો :-