VIDEO: People held their ears and apologized
- પાકિસ્તાન ક્રિકેટ ટીમને સપોર્ટ કરનાર દુકાનદારે લોકોની માફી માંગી. તેમજ સાથે સાથે ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગોવાનો એક વ્યક્તિ પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) માટે ચીયર કરતો જોવા મળ્યો હતો. જે બાદ કાલંગુટના રિટેલરને પાકિસ્તાની ક્રિકેટ ટીમને સમર્થન કરવું મુશ્કેલ પડ્યું. વીડિયો વાયરલ થયા બાદ પુરુષોના જૂથે જાહેરમાં રિટેલરની માફી મંગાવી હતી. આ સાથે વ્યક્તિને ભારત માતા કી જયનો નારા પણ લગાવ્યો.
વીડિયોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને સમર્થન દર્શાવતો દેખાઈ રહ્યો :
મળતી માહિતી મુજબ, આ વીડિયો એક ટ્રાવેલ બ્લોગરે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોમાં ઉત્તર ગોવાના કલંગુટમાં આવેલી દુકાનનો માલિક પાકિસ્તાન ક્રિકેટ ટીમને સમર્થન કરતો દેખાઈ રહ્યો છે. એવું લાગે છે કે આ વીડિયો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
https://twitter.com/Davud_Akh/status/1628207311767633921?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1628207311767633921%7Ctwgr%5E71d849469dab2c68f99e3dedb44075fb7bc0920d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fvideo-people-held-their-ears-and-apologized-to-the-person-who-said-we-support-pakistan
વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો :
વીડિયોમાં દુકાનના માલિકને પૂછે છે, “કોણ રમી રહ્યું છે? શું તમે ન્યુઝીલેન્ડને ચીયર કરો છો?” જેના જવાબમાં તે વ્યક્તિ કહે છે કે ના, પાકિસ્તાન માટે ગુરુવારે (23 ફેબ્રુઆરી) વીડિયો વાયરલ થયા બાદ લોકોનું એક જૂથ દુકાનના માલિક પાસે ગયું અને તેની પૂછપરછ કરી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
ફૂટેજમાં સભ્યો દુકાન માલિકને ઠપકો આપતા જોઈ શકાય :
ફૂટેજમાં સભ્યો દુકાન માલિકને ઠપકો આપતા જોઈ શકાય છે. આ સિવાય દુકાનના માલિકને પોતાના દેશવાસીઓની માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. જે બાદ વીડિયોમાં દુકાનદાર ઘૂંટણિયે પડીને કાન પકડીને માફી માંગતો જોઈ શકાય છે. દુકાનદાર પણ ‘ભારત માતા કી જય‘ ના નારા લગાવતો જોવા મળે છે. જોકે, આ ઘટના અંગે સ્થાનિક પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો :-