દોમ દોમ સાહ્યબી હતી, સત્તા જતા આજે સુરક્ષા પણ જશે, આ પૂર્વ નેતાઓની સુરક્ષા પાછી લેવા આદેશ છૂટ્યો

Share this story

Dom Dom was a supporter

  • Gujarat Leader Security : ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ… ઋત્વિજ પટેલ, સૌરભ પટેલ સહિત જુઓ કોના કોના નામ

Gujarat Politics Big News : ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ હવે કોમનમેન બની ગયા છે. સરકારે સત્તા જતાં સુરક્ષા (Security) પણ પાછી ખેંચી લીધી છે. પટેલ સરકારના 14 પૂર્વ અને રૂપાણીના 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. હવેથી આ નેતાઓને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે.

આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, એસઆરપીએફમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે.

તાજેતરમા જ ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવા નિર્ણય કર્યો હતો. જેનો અમલ કરાયો છે.

કયા પૂર્વ મંત્રીની સુરક્ષા પાછી ખેંચાઈ :

રાજેન્દ્ર ત્રિમવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયા

રૂપાણીની સુરક્ષા યથાવત :

પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290 માંથી 96 ની સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે.

આ પણ વાંચો :-