Thursday, Jun 19, 2025

Jasprit Bumrah : આગામી IPL અને WTC માં પણ નહીં દેખાય બુમરાહ? ખેલાડીઓને આ શું થવા બેઠું છે?

3 Min Read

Jasprit Bumrah

  • Latest Updates about Jasprit Bumrah : પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે.

સૂત્રોનું કહેવું છે કે, ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનો ટાર્ગેટ છે કે, બુમરાહ ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ થઈ જાય. જેથી તે ICC ટૂર્નામેન્ટમાં રમીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ભારત માટે છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20માં રમ્યો હતો.

https://twitter.com/WisdenIndia/status/1629891430326960129?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1629891430326960129%7Ctwgr%5Ebb729dff55e53134d6eebe33e3c31d3802feeb04%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fsports%2Fjasprit-bumrah-will-not-play-in-ipl-and-wtc-what-happen-with-team-india-bcci-251979

તેને તાજેતરમાં કાંગારું સામેની ત્રણ વનડે શ્રેણીમાં અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ અપડેટ એ છે કે નેશનલ ક્રિકેટ એકેડમી બુમરાહને જલ્દી જ ફિલ્ડ પર લાવવા માટે ઉતાવળ કરવા માગતું નથી અને તે લાંબો સમય રિહેબમાં સ્પેન્ડ કરશે.

પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે. જો કે, હવે તે IPLમાં પણ કમબેક નથી કરવાનો તો તેની ઇન્જરીના સ્ટેટ્સ અને ફાઇનલ રિપોર્ટ્સ અંગે ફેન્સે રાહ જોવી પડશે.

આ પણ વાંચો :-

Share This Article