મોટા સમાચાર ! સંજય સિંહ સહિત 36 AAP નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનો આરોપ, જાણો શું છે મામલો

Share this story

Big news! Delhi Police arrested 36 AAP leaders

  • દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ધરપકડ બાદ સંજય સિંહએ ટ્વીટ કરી કહ્યું કે દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય તેમજ ધારાસભ્ય ઋતુરાજ જાનીની ધરપકડ કરી છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહએ (Sanjay Singh) ચૌંકાવનારી ટ્વીટ કરી છે. જેનાથી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય (Gopal Rai) તેમજ ધારાસભ્ય ઋતુરાજ જા, દિનેશ મોહનિયા, રોહિત મેહરૌલિયા તેમજ આદિલ ખાન સહિત કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ :

આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના 36થી વધુ નેતાઓ પોલીસે અટકાયત કરી લીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD પ્રભારી દુર્ગેશ પાઠકે દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, દુર્ભાવનાપૂર્ણ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે ઈન્દ્રપુરીના કાઉન્સિલર જ્યોતિ ગૌતમ, વોર્ડ પ્રમુખ અમર ગૌતમ, સુભાષ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેન્દ્ર સેઠિયા, હરી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ લાડિયાને નજરકેદ કરી દીધા છે. તેમણે કહ્યું કે આ સરમુખત્યારશાહી છે.

મનિષ સિસોદીયાની ધરપકડ :

તમને જણાવી દઈએ કે દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ગઈકાલે ધરપકડ થઈ છે. સીબીઆઈએ ગઈકાલે11 કલાકે તેમને પૂછપૂરછ માટે મુખ્યાલય બોલાવ્યાં હતા જ્યાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી જે પછી સાંજના સમયે તેમની ધરપકડ કરી હતી.

સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. સીબીઆઈની સિસોદીયાની આ બીજા રાઉન્ડની પૂછપરછ છે.

આ પણ વાંચો :-