Home Blog Page 1146

જો તમને આ બીમારીઓ હોય તો ન પીવું હળદરવાળું દૂધ, લાભને બદલે થશે…

If you have these ailments  

  • Turmeric Milk Side Effect : દૂધમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળે છે જ્યારે હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો માટે તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હળદરવાળું દૂધ (Turmeric milk) પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. હળદરવાળું દૂધ (Turmeric milk) સુપરફૂડ કહેવાય છે. દૂધમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળે છે જ્યારે હળદર એન્ટિસેપ્ટિક ગુણોથી (Antiseptic properties) ભરપૂર હોય છે. પરંતુ કેટલાક લોકો માટે તે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ સમસ્યાઓમાં હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.

પેટ ખરાબ હોય ત્યારે :

જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણ કે તેનાથી ગેસ વધે છે. હળદરની અસર ગરમ હોવાથી તે પાચન બગાડી શકે છે. તેના કારણે ઝાડા અને ઉલટી થઈ શકે છે.

નિઃસંતાન પુરુષો :

જે પુરૂષો પિતા બનવાની ઈચ્છા રાખે છે અને ફર્ટીલીટી સંબંધિત સમસ્યા હોય તેમણે પણ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણ કે તે શુક્રાણુઓની ગુણવત્તાને નબળી પાડે છે. જેનાથી પુરુષની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે.

પિત્તાશય અને લીવરના રોગથી પીડાતા લોકો :

લીવર અને પિત્તાશય બંને આપણા શરીરના ખૂબ જ મહત્વપૂર્ણ અંગો છે. જે લોકો લીવર અને પિત્તાશયની બીમારીથી પીડિત હોય તેમણે પણ હળદરવાળા દૂધથી દૂર રહેવું જોઈએ.

સગર્ભા સ્ત્રીઓએ :

સગર્ભા સ્ત્રીઓએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ગર્ભાશયનું સંકોચન વધે છે અને ગર્ભાશયમાં ખેંચાણ થાય છે અને રક્તસ્રાવની સમસ્યા પણ થઈ શકે છે.

આ પણ વાંચો :-

આટલી સુંદર મહિલાને ડેટિંગ માટે નથી મળતો પુરુષ, લીધો એડલ્ટ કન્ટેન્ટનો સહારો

A man who cannot find such  

  • Sapiosexual lawyer : આ સુંદર મહિલાનું કહેવું છે કે તે સુંદર હોવાની સાથે સાથે ‘સેપિયોસેક્સ્યુઅલ’ છે. જેના લીધે તેને ડેટિંગ માટે પુરુષો મળતા નથી. જાણો આખરે શું છે આ સેપિયોસેક્સ્યુઅલ….જેને લીધે સુંદરીને નથી મળતા ડેટિંગ માટે પુરુષો.

દુનિયામાં અલગ અલગ કારણોસર અનેક લોકો કુંવારા રહી જાય છે. કોઈને સાચો પ્રેમ મળતો નથી જ્યારે કોઈની સામે કોઈને કોઈ મુશ્કેલીઓ આવી જાય છે. એટલે કે કોઈને કોઈ કારણસર આવા લાકોને યોગ્ય લાઈફ પાર્ટનર (Life partner) મળતા નથી. જો કે આ દુનિયા એકથી એક ચડિયાતા વિચિત્ર લોકોથી ભરેલી પડી છે.

આવામાં સાઉદીના એક વ્યક્તિએ યોગ્ય લાઈફ પાર્ટનરની શોધમાં લગ્નોની અડધી સેન્ચ્યુરી મારી દીધી. પરંતુ અહીં તો વાત એ સુંદર મહિલા વકીલની છે. જેણે પોતાની પરેશાનીઓ વિશે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ લખી કે  જેના કારણે તે રાતોરાત ચર્ચામાં આવી ગઈ. વાત જાણે એમ છે કે આ મહિલાનું કહેવું છે કે સફળ અને કરોડપતિ હોવા છતાં ડેટ કરવા માટે  તેને એક યોગ્ય મેલ પાર્ટનર મળતો નથી.

કેમ નથી મળતો સાથી?

બ્રિટિશ ન્યૂઝ વેબસાઈટ ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ડેનિસ રોકા નામની આ મહિલા વકીલનું કહેવું છે કે તેની સાથે આવું એટલા માટે છે કારણ કે તે ખુબ જ સુંદર હોવાની સાથે સાથે સેપિયોસેક્સ્યુઅલ (Sapiosexual) છે. સેપિયોસેક્સ્યુઅલ એટલે કે તે ફક્ત ઈન્ટેલિજન્ટ પુરુષો પ્રત્યે જ આકર્ષિત થાય છે. આ કારણે તેને ડેટિંગ માટે પુરુષો મળતા નથી.

એડલ્ટ વેબસાઈટનો લીધો સહારો :

ડેનિસનું કહેવું છે કે લોકો તેને બસ ચીટ કરવા માંગે છે. સુંદર હોવાની સાથે સાથે ઈન્ટેલિજેન્ટ હોવું તેના સિંગલ રહેવાનું સૌથી મોટું કારણ છે. ડેનિસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે લોકો પહેલા મારી પ્રોફાઈલ અને ફોટા જોઈને વાતચીત શરૂ કરે છે. મે મારા બાયોમાં કેટલીક વસ્તુઓ છૂપાવી છે.

પરંતુ જેવી તેમને તે વસ્તુ ખબર પડે છે કે વકીલ હોવાની સાથે સાથે બિન્દાસ અને ઈન્ટેલિજન્ટ છું એટલે ખોટી દાનત ધરાવનારા પુરુષો તેનાથી અંતર જાળવવા લાગે છે. જ્યારે સમાજના શરીફો વચ્ચે મને સાચો પાર્ટનર ન મળ્યો તો મે એડલ્ટ સાઈટ ઓનલીફેન્સનો સહારો લીધો. પરંતુ ત્યાં પણ મને નિરાશા મળી. જો કે હું આ સાઈટથી સારી એવી કમાણી કરી લઉ છું.

આવો પુરુષ જોઈએ :

ડેનિસે જણાવ્યું કે તેને એક એવો પુરુષ જોઈએ છે કે જે તેની જેમ મગજનો તેજ હોય. તેને દેશ અને દુનિયાની જાણકારી અને સમજ હોય. જેથી કરીને તેની સાથે બેસીને તે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી શકે. ડેનિસની આ પોસ્ટ પર લોકોના રિએક્શન આવી રહ્યા છે. પરંતુ તેને સાચો જીવનસાથી ક્યારે મળશે તેના વિશે તે હજુ પણ કોઈ અનુમાન લગાવી શકી નથી.

આ પણ વાંચો :-

Heart માટે દુશ્મન સમાન છે આ 4 વસ્તુઓ, આજથી જ ખાવાનું છોડો નહીં તો આવશે Heart Attack

These 4 things are the same  

  • Heart Attack Causes : હૃદય સંબંધિત બીમારીઓ માટે લોકોની જીવનશૈલી જ જવાબદાર હોય છે. કારણ કે લોકો ખાવાપીવાની ખરાબ આદતોને છોડતા નથી. હ્રદયની સમસ્યા સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલથી શરૂ થાય છે. કોલેસ્ટ્રોલના કારણે નસોમાં બ્લોકેજ થાય છે તેના કારણે હૃદય પર પ્રેશર આવે છે. જેના કારણે અચાનક હાર્ટ એટેક પણ આવી શકે છે.

ભારતમાં હાર્ટના દર્દીઓની (Heart patient) સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. હૃદય સંબંધિત બીમારીઓ માટે લોકોની જીવનશૈલી જ જવાબદાર હોય છે. કારણ કે લોકો ખાવાપીવાની ખરાબ આદતોને છોડતા નથી. હ્રદયની સમસ્યા સામાન્ય રીતે હાઈ કોલેસ્ટ્રોલથી (High cholesterol) શરૂ થાય છે.

કોલેસ્ટ્રોલના કારણે નસોમાં બ્લોકેજ થાય છે તેના કારણે હૃદય પર પ્રેશર આવે છે. જેના કારણે અચાનક હાર્ટ એટેક પણ આવી શકે છે. તેવામાં જો હાર્ટ એટેકથી બચવું હોય તો સૌથી પહેલા 4 વસ્તુઓ છે જેનું સેવન બંધ કરી દેવું જોઈએ. આ વસ્તુઓ હાર્ટ માટે દુશ્મન સમાન છે.

1. સિગરેટ અને આલ્કોહોલ :

એવું માનવામાં આવે છે કે સિગરેટ અને આલ્કોહોલ ફેફસાં અને લીવરને નુકસાન કરે છે. પરંતુ તેનાથી આપણા હૃદયને પણ નુકસાન થાય છે. જેના કારણે હાઈ બીપી, હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આ ખરાબ આદતો છોડી દેવી જોઈએ.

2. કોલ્ડ ડ્રિંક્સ :

ગરમીમાં લોકો સોફ્ટ ડ્રિંકનું સેવન વધારે કરતાં હોય છે પરંતુ તેમાં સોડાનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે આપણા હાર્ટને નુકસાન થાય છે. જે લોકો તેનું નિયમિત સોફ્ટ ડ્રિંક પીતા હોય છે તેમને હાર્ટ એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.

3. ઓઈલી ફુડ :

ભારતમાં ઓઈલી ફુડનું ચલણ ઘણું વધારે છે. તે ટેસ્ટી લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે જે હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે.

આ પણ વાંચો :-

રેકોર્ડ હાઈ પર પહોંચ્યું સોનું, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો ભાવ

0

Gold has reached a record high

  • Gold Price Today :

દુનિયાભરમાં બેંકિંગ સિસ્ટમની (Banking System) તંગ હાલતથી બુલિયન બજારમાં (Bullion Market) જોરદાર એક્શન જોવા મળી રહી છે. MCX પર સોનાના (Gold) ભાવ નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. MCX પર સોનું પહેલીવાર 59470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીમાં (Silver) પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

શરાફા બજારમાં ભાવ :

ગ્લોબલ કોમોડિટી માર્કેટમાં હલચલના પગલે સોનાની કિંમતોમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે.  સોનાના અલગ અલગ કેરેટમાં IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર જે ભાવ ચાલી રહ્યા છે તે નીચે મુજબ છે.

Gold Jewellery Retail Selling Rate :

ફાઈન ગોલ્ડ (999)  – 5822 રૂપિયા
22 કેરેટ               – 5682 રૂપિયા
20 કેરેટ               – 5181 રૂપિયા
18 કેરેટ               – 4716 રૂપિયા
14 કેરેટ               – 3755 રૂપિયા

(ગોલ્ડના આ ભાવ પ્રતિ 10 ગ્રામ છે અને તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી. )

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ :

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનું 1878 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી 22.46 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

શા માટે જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ વિરૂદ્વ જાસુસીની આશંકા કે રાષ્ટ્રદ્રોહની કલમ દાખલ ન કરી ?

0

Jammu and Kashmir Police did not file 

  • કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારમાં ગયો હોવા છંતાય પોલીસે બેદરકારી દાખવી. બનાવટી દસ્તાવેજો તૈયાર કરાયાની આઇપીસી વિવિઘ કલમો આધારિત ફરિયાદ જ નોંધાઈ : કાશ્મીરના અનેક લોકોને મળ્યો છતાંય સંભવિત કાવતરાની કલમ પણ દાખલ ન થઈ.

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઈવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના (Gujarat) કિરણ પટેલ (Kiran patel) વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ (Security Agency) દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ તેના ચોક્કસ ઈરાદો જાણી શકાયા નથી. બીજી તરફ તેના વિરૂદ્વ દાખલ થયેલી ફરિયાદની આઈપીસીની કલમોને લઈને શ્રીનગર પોલીસ પણ ચર્ચામાં છે.

પ્રઘાનમંત્રી કાર્યાલય એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં તે ફરતો હોવા છંતાય તેના વિરૂદ્વ જાસુસી કે કોઈ કાવતરૂ રચવાની કલમો દાખલ કરવામાં આવી નથી. કાયદા નિષ્ણાંતો અને નિવૃત પોલીસ અધિકારીઓએ શ્રીનગર પોલીસ પર અનેક સવાલ પણ ઉભા કર્યા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું કહી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર પ્રવાસે હોવાનું કહીને એક વાર નહી પણ સતત ચાર વાર જમ્મુ કાશ્મીરમાં બુલેટ પ્રુફ ગાડીઓમાં ઝેડ પ્લસ સિક્યોરીટી રાખીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી.  જો કે તેની અટકાયત બાદ બીજી માર્ચના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ૧૪ દિવસની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી.

તો જમ્મુ કાશ્મીર પોલીસ તેના વિરૂદ્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દાખલ કરેલી વિવિધ ગુનાની કલમોને લઇને ચર્ચામાં છે.  કારણ કે કિરણ પટેલ વિરૂદ્વ સંભવિત જાસુસી કરવાની, દેશની સુરક્ષા જોખમાઇ તેવા સંભવિત કાવતરા ઘડવાની કલમ અને રાષ્ટ્રદ્રોહની કલમ પણ દાખલ કરવામાં આવી નથી. કિરણ પટેલ વિરૂદ્વ આઈપીસીની ૪૧૯  અને ૪૨૦ છેતરપિડી, આઈપીસીની કલમ ૪૬૭, ૪૬૮ બનાવટી દસ્તાવેજો બનાવવા, તેમજ આઈપીસીની કલમ ૪૭૧ એટલે બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરવો બાબતે ગુનો નોંધાયો છે. જેમાં વધુમાં વધુ ૧૦ વર્ષ સુધી સજાની જોગવાઇ છે. ત્યારે કાયદા નિષ્ણાંતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કિરણ વિરૂદ્વ લગાવેલી કલમોને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે.

એક નિવૃત આઈપીએસ અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલયના નામે ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી લેવી તે રાષ્ટ્રદ્રોહનો ગુનો છે. જ્યારે જમ્મુૃ-કાશ્મીરમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં ફરવા જવુ તે બાબત સંભવિત જાસુસીની શક્યતા દર્શાવે છે. જે બાબતનો ઉલ્લેખ ફરિયાદમાં નથી કરાયો.

આ પણ વાંચો :

ગુજરાતના અતિ સમૃદ્ધ ગામડાં… જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય

0

The super rich villages of Gujarat

  • Gujarat Villages : આ એવા મોડલ ગામડા છે જેને પ્રગતિ જોઈને મેટ્રો સીટી જેવા શહેરો પણ ઈર્ષામાં બળી મરે! ગજબ પ્રગતિ કરી છે ગુજરાતના આ ગામડાઓએ. એક ગામ તો એવું છે જે કહી શકાય કે જાણે રાખમાંથી ઊભું થયું છે. ખાસ જાણો આ ગામડાંઓ વિશે..

સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના (Gujarat) કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે. તેઓ પણ પોતાના ભાગ્ય પર ઈર્ષા કરશે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે..

ધર્મજ :

આણંદ જિલ્લાના પેટલાદ (Petlad) તહસીલ હેઠળ આવતા આ ગામે એક નવી જ ઓળખ ઊભી કરી છે. NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું. આ ગામમાં 18થી વધુ  બેંક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ અદભૂત છે.

હવે આ ગામ પોતાની 1971માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં અન્ય ગામડાઓને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પુંસારી :

અમદાવાદથી 100 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામે આ માટે ઘણું કર્યું છે. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું છે. એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગનવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધુ હતી.

આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી રહીશોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાની કમાણી થાય છે. આરઓના બેકાર પાણીને ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ  ગામની કુલ વસ્તી 5000 છે.

ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી મેપ્ડ છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર આધારિત છે.

ભીમાસર :

કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ 2001ના વિનાશકારી  ભૂકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. બે દાયકા બાદ આ ગામ આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ  બનીને સામે આવ્યું છે. અંજાર કસ્બાથી 18 કિમી દૂર આવેલા આ ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ છે. ગામનો દરેક રસ્તો હરિયાળીથી ભરેલો છે. આ ગામમાં પ્રવેશ કરવાથી તમને જરાય એવું નહીં લાગે આ કોઈ ગામ છે.

આઠ હજારની વસ્તીવાળું આ ગામ ભરાવદાર વૃક્ષોથી છવાયેલું છે. ગામમાં છ જેટલા સામુદાયિક કેન્દ્રો છે અને આખા ગામની સુરક્ષા માટે 60 સીસીટવી કેમેરાનું નેટવર્ક છે. જેનો કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. જે નિગરાણી  કેન્દ્ર તરીકે કામ કરે છે. ગામમાં સીવેજ લાઈન બિછાવવામાં આવી છે જે સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કનેક્ટેડ છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે ગામ પાણીને ટ્રિટમેન્ટ કરીને વેચે છે. દર વર્ષે દોઢ  લાખ જેટલી કમાણી પણ કરે છે.

આ પણ વાંચો :-

સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

0

સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

  • Mega Textile Park In Navsari : નવસારીના વાંસી બોરસીમાં 1142 એકરમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

એક સમયે મફતલાલ ગૃપના કારણે નવસારીનું (Navsari) નામ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર આવતું હતું. બાદમાં નવસારીને પાછળ છોડીને સુરતે (Surat) તે સ્થાન હાંસલ કર્યું. સુરતે તે નામને માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું.

સુરતને ટેક્સટાઈલ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે વર્ષો પછી ફરી એકવાર નવસારીનું નામ ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં દેશભરમાં નિર્માણ થનારા 7 પીએમ મિત્ર પાર્કમાં નવસારીને પણ સમાવી લીધું છે. તાજેતરમાં તેની સૂચના જાહેર થતાં, તેને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીએમ મિત્ર યોજના હેઠળ નવસારી નજીક વાંસી બોરસી ખાતે 1142 એકર જમીનમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

અહીં કાપડના વેપારને લગતી તમામ પ્રવૃત્તિઓ એક બાઉન્ડ્રીની અંદર હાજર રહેશે. તેમાં સ્પિનિંગથી લઈને વણાટ, ડાઈંગ, પ્રિન્ટિંગ, ટેક્સચરાઈઝિંગ, પેકેજિંગ, વેલ્યુ એડિશન, ટેક્નિકલ ટેક્સટાઈલ, મશીનરી મેન્યુફેક્ચરિંગ વગેરેનો સમાવેશ થશે. આના પરિણામે લગભગ રૂ. 15,000 કરોડનું રોકાણ થશે અને 50,000થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્ર સરકાર દ્વારા 300 કરોડ રૂપિયા CIS તરીકે આપવામાં આવશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ :

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષ કહે છે કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકારે તમામ ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ ઘડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનનું વિઝન સાકાર થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિને કારણે રોકાણ અને રોજગારમાં પણ મોટા પાયે વધારો થશે.

આ પણ વાંચો :-

શું તમે જાણો છો કે રાંધણગેસની આગમાંથી કેમ નથી નીકળતો ધુમાડો ?

Do you know why there is no smoke

  • Interesting Facts Of Cooking Gas : ભારતમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થતો હોય છે. જેને આપણે બોલચાલની ભાષામાં LPG તરીકે ઓળખીએ છીએ. એલપીજીની સૌથી મહત્વની વાત એ છે કે તેમાંથી ધુમાડો નીકળતો નથી.

ભારતમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો (Liquid petroleum gas) ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થતો હોય છે. જેને આપણે બોલચાલની ભાષામાં LPG તરીકે ઓળખીએ છીએ. એલપીજીની (LPG) સૌથી મહત્વની વાત એ છે કે તેમાંથી ધુમાડો નીકળતો નથી.

ભારતમાં LPG ગેસનું વેચાણ કરવામાં આવ્યું અને તેના કારણે ભારતમાં પ્રથમ વખત લોકોએ પરંપરાગત સ્ટવ છોડીને ગેસ સિલિન્ડર ખરીદ્યા હતા. આગ તે આગ હોય છે. પછી તે લાકડાની હોય તે અન્ય કોઈ તેમાંથી ધુમાડો નીકળે છે. પરંતુ એલપીજી ગેસની આગમાંથી ધુમાડો કેમ નથી નીકળતો તે પ્રશ્ન છે.

જો તમે લાકડાનો ચૂલો અથવા નાની ભઠ્ઠી જોશો તો તમે જોશો કે તેની આગનો રંગ લાલ છે. અને તેમાંથી સતત ધુમાડો નીકળે છે જ્યારે એલપીજીની જ્વાળાઓનો રંગ વાદળી હોય છે. આ જ કારણ છે કે રાંધણ ગેસની આગમાં ધુમાડો નથી નીકળતો જ્યારે કોલસાની આગમાંથી ઘણો ધુમાડો નીકળે છે.

LPG ગેસ મુખ્યત્વે પ્રોપેન બ્યુટેનનું મિશ્રણ છે અને અન્ય હાઇડ્રોકાર્બનની થોડી માત્રા પણ જોવા મળે છે. કારણ એ છે કે એલપીજી 100% બળે છે કારણ કે તેની જ્વલનક્ષમતા ઘણી વધારે છે.

આ પણ વાંચો :-

માવઠાથી ક્યારે મુક્તિ મળશે ? આવી ગઈ અંબાલાલ કાકાની નવી આગાહી

0

When will you get rid of Mavtha?

  • Ambalal Patel : માવઠાના મારથી ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે, તો નાગરિકો પણ પરેશાન છે… હવે લોકો પૂછી રહ્યાં છે કે માવઠાથી ક્યારે છુટકારો મળશે.

ગુજરાતના (Gujarat) માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું (Mawtha) આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન (Weather) બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની (Unseasonal rain) મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગે પણ માવઠું જવા વિશે કહ્યું કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠામાંથી મુક્તિ વિશે જણાવ્યું કે ગુજરાતમાં વારંવાર સિસ્ટમ બની રહી છે જેના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છુટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો :-

થાઈલેન્ડ જઈને ગુજરાતીઓ સૌથી પહેલા કરે છે આ કામ….

Gujaratis are the first

  • gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે.

ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ (Thailand) ઉપડી જાય. એવુ કહેવાય છે કે પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી (Natural beauty) ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ (Nigh) વાત જ કંઈક અલગ છે.

પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે, પણ તમે ખોટા છો. ગુજરાતીઓ ફરવાનું છોડીને સૌથી પહેલા સ્પામાં જાય છે. સ્પામાં જઈને તેઓ સૌથી પહેલા મસાજ કરાવીને હળવા થવાનું પસંદ કરે છે. ગુજરાતીઓમાં થાઈ સ્પાનો ક્રેઝ વધારે છે. ત્યારે આ થાઈ સ્પા શું છે તે જોઈએ.

થાઈ મસાજની ખાસિયત :

થાઈ મસાજ વર્લ્ડ ફેમસ છે. તેથી અહી આવનારા પ્રવાસીઓ સૌથી પહેલા થાઈ મસાજ કરાવે છે. થાઈ મસાજમાં સૌથી પહેલા સ્નાયુ અને હાડકાને આરામ આપવાનો પ્રયાસ થાય છે. એક્યુપ્રેશર પોઈન્ટ્સની મદદથી શરીરના પ્રેશર પોઈન્ટ્સ દબાવવામાં આવે છે. આ મસાજથી માંસપેશી મજબૂત થાય છે. શરીરમાંથી દુખાવો દૂર થાય છે. તેથી જ તો ગુજરાતીઓ સૌથી પહેલા સ્પામાં તૂટી પડે છે.

થાઈ મસાજના ફાયદા :

થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે થાઈ મસાજ જાદુ જેવો છે. થાઈ મસાજ એ મસાજનું પરંપરાગત રીત છે. જેમાં જમીન પર સૂવડાવીને મસાજ કરવામા આવે છે. સ્નાયુઓને ખેંચવામાં આવે છે.

થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે. પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ પરણેલા ભારતીયો પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળ ચોક્કસ કારણો છે. એવું એટલા માટે કારણ કે અહીંયા એકલા ગયા બાદ તેમને ઘણું બધુ અલગ રીતે જીવવા માટે મળે છે. સાથે જ થાઈલેન્ડ ટ્રિપનો ખર્ચો પણ ઓછો આવે છે.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ :

ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે.

જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

થાઈલેન્ડના પર્યટનમાં તેજી લાવવામાં ભારતીયોનો ફાળો સૌથી વધુ છે. ભારતીયોને થાઈલેન્ડ પહોંચવુ પણ સરળ છે. ઓછા સમયમાં થાઈલેન્ડમા પહોંચી શકાય છે. થાઈલેન્ડના સુંદર બીચ ભારતીયોને પોતાની તરફ આકર્ષે છે. નવી દિલ્હીથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક માટે સરળતાથી ફ્લાઈટ મળી રહે છે. જેના માટે માત્ર 4 થી 5 કલાકનો સમય લાગે છે.

આ પણ વાંચો :-