સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

Share this story

સુરતને પણ ટક્કર મારે તેવો મેગા ટેક્સટાઈલ પાર્ક ગુજરાતના આ શહેરમાં બનશે

  • Mega Textile Park In Navsari : નવસારીના વાંસી બોરસીમાં 1142 એકરમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

એક સમયે મફતલાલ ગૃપના કારણે નવસારીનું (Navsari) નામ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર આવતું હતું. બાદમાં નવસારીને પાછળ છોડીને સુરતે (Surat) તે સ્થાન હાંસલ કર્યું. સુરતે તે નામને માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યું.

સુરતને ટેક્સટાઈલ સિટી, સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે વર્ષો પછી ફરી એકવાર નવસારીનું નામ ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે છેલ્લા બજેટમાં દેશભરમાં નિર્માણ થનારા 7 પીએમ મિત્ર પાર્કમાં નવસારીને પણ સમાવી લીધું છે. તાજેતરમાં તેની સૂચના જાહેર થતાં, તેને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીએમ મિત્ર યોજના હેઠળ નવસારી નજીક વાંસી બોરસી ખાતે 1142 એકર જમીનમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.

અહીં કાપડના વેપારને લગતી તમામ પ્રવૃત્તિઓ એક બાઉન્ડ્રીની અંદર હાજર રહેશે. તેમાં સ્પિનિંગથી લઈને વણાટ, ડાઈંગ, પ્રિન્ટિંગ, ટેક્સચરાઈઝિંગ, પેકેજિંગ, વેલ્યુ એડિશન, ટેક્નિકલ ટેક્સટાઈલ, મશીનરી મેન્યુફેક્ચરિંગ વગેરેનો સમાવેશ થશે. આના પરિણામે લગભગ રૂ. 15,000 કરોડનું રોકાણ થશે અને 50,000થી વધુ લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્ર સરકાર દ્વારા 300 કરોડ રૂપિયા CIS તરીકે આપવામાં આવશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ :

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોષ કહે છે કે દેશના સર્વાંગી વિકાસ માટે સરકારે તમામ ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિ ઘડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનનું વિઝન સાકાર થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિને કારણે રોકાણ અને રોજગારમાં પણ મોટા પાયે વધારો થશે.

આ પણ વાંચો :-